Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ગુરુ પાસેથી આમ નિર્દેશ મળવા છતાં પણ શિવભૂતિ લાગણીવશ એ વસ્ત્રને ત્યજી ન શક્યો અને સાવધાનીપૂર્વક એણે એની પોટલી બાંધીને સાથે રાખ્યું.
એક દિવસ તક મેળવી આચાર્યએ એ રત્નકાંબળાના અનેક ટુકડા કરીને બધા સાધુઓમાં વહેંચી દીધા. જ્યારે શિવભૂતિએ આ વાત જાણી, તો એ ઘણો દુઃખી થયો. આ ઘટના પછી શિવભૂતિએ આચાર્ય પ્રત્યે પોતાના મનમાં દ્વેષ (ખાર) રાખવા લાગ્યો.
એક વખત આચાર્ય કૃષ્ણ એમના શિષ્યગણ સમક્ષ જિનકલ્પધારી સાધુઓના આચારનું વર્ણન કરી રહ્યા હતા. એમણે કહ્યું : “જિનકલ્પી બે પ્રકારના હોય છે - પાણીપાત્ર અને પાટાધારી. એમના પ્રત્યેકના વસ્ત્ર અને નિર્વસ્ત્ર એમ બે ભેદ હોય છે. ઉપધિની અપેક્ષાએ જિંનકલ્પમાં આઠ વિકલ્પ હોય છે. જિનકલ્પી ઓછામાં ઓછા રજોહરણ અને મુખવસ્ત્રિકા, (મુહપત્તી) આ બે ઉપકરણો સાથે રાખે છે આમ ૩ થી લઈને ૧૨ ઉપધિ સુધીના અન્ય ૭ વિકલ્પો બતાવવામાં આવ્યા છે.”
આ રીતે જિનકલ્પનું વર્ણન સાંભળી શિવભૂતિએ કહ્યું : “જો આમ જ હોય તો આજે ઔધિક તેમજ ઔપગ્રહિકના નામથી આટલાં ઉપકરણો શા માટે રાખવામાં આવે છે ?”
આચાર્યએ કહ્યું : “જબૂ સ્વામીના નિર્વાણ પછી સંહનનની મંદતાથી જિનકલ્પ પરંપરા વિચ્છિન્ન માનવામાં આવી છે.”
શિવભૂતિ એના રત્નકાંબળાના છિનવાઈ જવાથી ખિન્ન તો હતો જ, એણે કહ્યું: “મહારાજ! મારા જીવતા જીવત તો જિનકલ્પનો વિચ્છેદ નહિ થાય. પરલોકાર્થીએ માયા-મૂચ્છ અને કષાયને વધારનારા સંપૂર્ણ પરિગ્રહથી દૂર જ રહેવું જોઈએ.”
ગુરુએ કહ્યું : “વત્સ ! વસ્ત્ર આદિ ઉપકરણ એકમાત્ર કષાયવૃદ્ધિના કારણ નથી. શરીરની જેમ જ આ વસ્ત્ર આદિ ઉપકરણ ધર્મમાં પણ મદદગાર સાબિત થાય છે. જે રીતે ધર્મસાધના માટે મમતામૂચ્છરહિત થઈને શરીર ધારણ કરવામાં આવે છે, એ જ રીતે વસ્ત્ર આદિ આવશ્યક ઉપકરણ પણ ધર્મસાધનાની ભાવનાથી રાખવું ખોટું ૨૯૦ 26303039696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨)