Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ગોષ્ઠામાહિલની વાત સાંભળી વિન્ધએ કહ્યું: “અમને ગુરુએ આ જ પ્રમાણે કહ્યું છે.” ગોષ્ઠામાહિલે કહ્યું : “તેઓ સ્વયં જાણતા નથી તો શું વ્યાખ્યાન કરશે ?”
આના ઉપરથી સરળ મનના વિશ્વમુનિ શંકાશીલ થઈ આચાર્યનાં ચરણોમાં જઈ કર્મબંધના વિષયમાં ઉપરોક્ત વિવેચન તેમજ ગોષ્ઠામાહિલનો અભિમત સંભળાવતા એમણે સ્પષ્ટીકરણ માંગ્યું કે - ખરેખરા સૂત્રનો કયો અર્થ છે?' | દુર્બલિકા પુષ્યમિત્રએ કહ્યું: “સૌમ્ય! જે તું કહે છે એ જ બરાબર છે. આ વિષયમાં ગોષ્ઠામાહિલનું કહેવું બરાબર નથી. એણે, આત્માની સાથે બદ્ધ, બદ્ધ-સ્કૃષ્ટ અને નિકાચિત સંબંધ માનતા જીવથી કર્મના અલગ ન હોવાની વાત રાખી, તે પ્રત્યક્ષ વિરોધી છે. આયુષ્ય કર્મના અંત અથવા વિયોજન મરણના રૂપમાં પ્રત્યક્ષ છે. લોખંડના ગોળા અને અગ્નિનો અવિભક્ત સંબંધ પણ આ જ રીતે અલગ પડતો જોવામાં આવે છે. જેમ આગમાં તપાવેલા લોખંડના ટુકડાના કણેકણમાં પ્રત્યેક પ્રદેશમાં અગ્નિ પ્રસરી ઊઠે છે અને ઠંડા પાણી આદિના પ્રયોગથી ફરીથી તે લોખંડની ગોળો ઠંડો - અગ્નિરહિત થઈ જાય છે, એમ જીવના આત્મપ્રદેશોમાં હળી-મળીને રહેલો કર્માણ પણ સમ્યકજ્ઞાન અને ક્રિયાના યોગ વડે અલગ કરવામાં આવે છે અને જીવ કર્મરહિત થઈ પોતાના “સત્યમ્ શિવમ્ સુંદરમ્” સ્વરૂપને મેળવી લે છે.”
વિન્દ મુનિએ ગોષ્ઠામાહિલને વીતરાગ પ્રભુએ આપેલ તે વિષયનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ ગોષ્ઠામાહિલ પોતાના એકાંત અભિમત ઉપર જ અડી રહ્યો. વિ મુનિએ આ વસ્તુસ્થિતિ ગણાચાર્યની સામે રાખી. આચાર્ય દુર્બલિકા પુષ્યમિત્રએ પણ શાસ્ત્રીય પ્રમાણો અને યુક્તિઓ વડે ગોષ્ઠામાહિલને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ બધું જ વ્યર્થ. પછી આર્ય દુર્બલિકા પુષ્યમિત્રએ બીજા ગચ્છોના સ્થવિરો અને શાસનાધિષ્ઠાત્રી દેવીના માધ્યમે પણ ગોષ્ઠામાહિલને આત્મા સાથેના કર્મના બંધના વિષયમાં સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એણે હઠાગ્રહ (જીદ) છોડ્યો નહિ. ગોષ્ઠામાહિલે આપેલી સૂત્ર વિપરીત પ્રરૂપણાથી ખિન્ન થઈ ધર્મસંઘે એને સાતમો નિનવ ઘોષિત કરીને સંઘમાંથી બહિષ્કૃત કર્યો. આર્ય રક્ષિતના સ્વર્ગે સિધાવ્યા પછી આ ઘટના બનેલી. જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) [9969696969696969696907 ૨૮૫ |