Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ચૂર્ણ (ધૂળ)ની જેમ થોડા સમય સુધી આત્મપ્રદેશોની સાથે મળેલી રહી પછી અલગ થઈ જાય છે. ત્રીજો નિકાચિત કર્મ - એ જ બદ્ધ સ્પષ્ટ કર્મ જ્યારે અધ્યવસાયો અને રસની અત્યંત તીવ્રતાને લીધે જૂનાધિક્યના રૂપમાં પરિવર્તનની સ્થિતિને પાર કરી લે છે, તેમજ ફળભોગો પછી જ જે કર્મથી છુટકારો થઈ શકે છે, એ કર્મબંધને નિકાચિત બંધ કહ્યો છે.”
બદ્ધ, બદ્ધ-સ્પષ્ટ અને નિકાચિત કર્મના બંધને સરળતાથી સમજાવવા માટે સૂચિકાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. બદ્ધકર્મનો આત્મા સાથે દોરામાં પરોવેલી સોયની જેમ સંબંધ બતાવવામાં આવ્યો છે. જે રીતે જરાક જ પ્રયત્ન કરવાથી સોયને દોરાથી અલગ કરી શકાય છે, એ જ રીતે આત્માને બદ્ધકર્મથી સહજ જ અલગ કરી શકાય છે. બુદ્ધ-સ્પષ્ટ કર્મને લોખંડના પતરાથી તૈયાર કરેલી સોયની જેમ બતાવવામાં આવ્યો છે. જે રીતે લોખંડના પતરામાંથી બનાવેલી સોયને છૂટી પાડવામાં ખાસ મહેનત કરવી પડે છે, તેમ બદ્ધ-સ્પષ્ટ કમને આત્મપ્રદેશોથી વિભાજિત કરવામાં થોડા પુરુષાર્થની જરૂરત પડે છે. ત્રીજા નિકાચિત કર્મબંધની સોયના એ સમૂહ સાથે તુલના કરવામાં આવી છે, જેને તપાવીને હથોડાના માર વડે એક જ બનાવી દીધી હોય. જેમ તપાવીને હથોડાના પ્રહાર વડે પરસ્પર ભેગી કરી દીધેલી સોયોને ફરી ગાળીને બીબામાં ઢાળવાથી જ એને ફરી પૂર્વરૂપમાં લાવી શકાય છે, એ જ રીતે નિકાચિત કર્મના ફળ ભોગ્યા પછી જ એને આત્મપ્રદેશોથી અલગ કરી શકાય છે.
વિન્દ મુનિએ આપેલ ઉપરોકત કર્મબંધના વિવેચનને સાંભળી ગોષ્ઠામાહિલે કહ્યું : “મુને ! જો કર્મની આ રીતની જ વ્યાખ્યા કરશો કે જીવપ્રદેશોની સાથે અવિભક્ત રૂપથી કર્મનો બંધ થાય છે, તો એ સ્થિતિમાં આત્મા ક્યારેય કર્મબંધથી મુક્ત થઈ શકશે નહિ. કંચૂકી અને પુરુષની જેમ આત્માની સાથે કર્મનો બંધ હોય છે. કંચૂકી પુરુષને સ્પષ્ટ કરતો રહે છે, બદ્ધ કરીને નહિ. બરાબર એ જ રીતે કર્મ પણ આત્માની સાથે દૂધ-પાણીની જેમ ઓગળીને બદ્ધ નથી થતો. માત્ર સ્પષ્ટ થઈને જ રહે છે.” ૨૮૪ 26969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)