Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કરવાની આજ્ઞા આપે.” સંઘના આગ્રહને સ્વીકારી એમણે ગોષ્ઠામાહિલને ફરી મથુરા મોકલ્યા.
ચતુર્માસની અવધિમાં જ્યારે આર્ય રક્ષિત દશપુરમાં અને શિષ્ય ગોષ્ઠામાહિલ મથુરામાં હતા, એ વખતે આર્ય રક્ષિતે પોતાના શરીરની જર્જરાવસ્થા તેમજ જીવનનો છેવટનો સમય સમીપ જાણી સંઘની સામે ઉત્તરાધિકારીના વિષયમાં વિચાર-વિમર્શ કર્યો. આર્ય રક્ષિતના શિષ્યવૃંદે વૃત પુષ્યમિત્ર, વસ્ત્ર પુષ્યમિત્ર, દુર્બલિકા પુષ્યમિત્ર, વિશ્વ, ફશુરક્ષિત અને ગોષ્ઠામાહિલ આ ૬ શિષ્યો ઘણા પ્રતિભાશાળી હતા. આર્ય રક્ષિતના મુનિમંડળમાંથી કેટલાક મુનિ આર્ય ફલ્યુરક્ષિત તો કેટલાક મુનિ ગોષ્ઠામાહિલને ઉત્તરાધિકારી બનાવવાના પક્ષમાં હતા. પણ આર્ય રક્ષિત માત્ર દુર્બલિકા પુષ્યમિત્રને જ પોતાના ઉત્તરાધિકારીના રૂપે યોગ્ય ગણતા હતા.
પોતાના ઉત્તરાધિકારીના વિષયમાં શિષ્યસમૂહ વચ્ચેનો મતભેદ જોઈ એમણે સમજદારીથી કામ લીધું. બધાને ભેગા કરીને તેઓ બોલ્યા : “કલ્પના કરો કે કેટલાક ઇંગિતજ્ઞ શ્રાવકોએ અહીં ત્રણ ઘડા હાજર કર્યા છે. એમાંથી એક ઘડામાં અડદ, બીજામાં તેલ અને ત્રીજામાં ધૃત (ઘી) ભરેલું છે, અને સાધુવંદ તેમજ સમસ્ત સંઘની સામે એ ત્રણેય ઘડાઓને બીજા ત્રણ ઘડાઓમાં વારાફરતી ઊંધા કરી દીધા. એ ત્રણેય ખાલી ઘડાઓમાં કેટલી અડદ, તેલ અને ઘી બાકી રહેશે?”
આર્ય રક્ષિતનો સવાલ સાંભળી શિષ્યો તેમજ શ્રાવક પ્રમુખોએ જવાબ આપ્યો - “ભગવાન ! જે અડદથી ભરેલો હતો, તે એકદમ ખાલી થઈ જશે, તેલના ઘડામાં થોડું ઘણું તેલ રહી જશે, જ્યારે ઘીના ઘડામાં ઘી આમતેમ ચારેય બાજુ ચોંટી રહેવાના લીધે વધારે પ્રમાણમાં બાકી રહી જશે.”
આર્ય રક્ષિતે હાજર રહેલા બધાને સંબોધીને નિર્ણાયક સૂરમાં કહ્યું : “અડદ ધાન્યના ઘટની જેમ હું મારું સંપૂર્ણ જ્ઞાન દુર્બલિકા પુષ્યમિત્રમાં ઊંધુ વાળી ચૂક્યો છું. જે રીતે આખું ઊંધું કરી દેવા છતાં પણ તેલ અને ઘી થોડા પ્રમાણમાં બાકી રહી જાય છે. તેમ બાકીના શિષ્ય મારા પૂર્ણજ્ઞાનને ગ્રહણ કરી શક્યા નથી.” ૨૮૨ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૨)