Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આચાર્યએ એમની પ્રાર્થના સ્વીકારી આર્ય દુર્બલિકા પુષ્યમિત્રને આજ્ઞા આપી કે - “તેઓ વિશ્વ મુનિને વાચના આપે. કેટલાક દિવસો સુધી વિન્દ મુનિને વાચના આપ્યા પછી દુર્બલિકા પુષ્યમિત્રએ એમની સેવામાં હાજર થઈ નિવેદન કહ્યું : “ગુરુદેવ! મુનિ વિશ્વને વાચના આપવામાં વ્યસ્ત હોવાને લીધે હું વાંચન કરેલા જ્ઞાનનું પુનરાવર્તન નથી કરી શકતો. આથી અનેક સૂત્રપાઠ મારા સ્મૃતિપટ પરથી ભૂંસાઈ રહ્યા છે. પહેલા પરિવારના લોકોને આવનજાવનના લીધે પણ પુનરાવર્તન નહિ થઈ શક્યું હતું. આમ, આ રીતે મારું નવપૂર્વોનું જ્ઞાન નાશ પામી રહ્યું છે.”
* પોતાના મેધાવી શિષ્ય દુર્બલિકા પુષ્યમિત્રના મોઢેથી વિસ્મરણ(ભુલાઈ જવાની)ની વાત સાંભળી આચાર્ય રક્ષિતે વિચાર્યું - “જ્યારે આવા પરમ મેધાવી મુનિને પણ વાંચેલું યાદ ન કરવાને લીધે વિસ્મૃતિ થઈ રહી છે, તો બીજા લોકોની શી હાલત હશે?
ઉપયોગબળથી આચાર્ય આર્ય રક્ષિતે ભવિષ્યકાળના સાધુઓની ધારણાશક્તિને મંદ જાણી એમની ઉપર દયા કરતા કહ્યું : “તેઓ સુખેથી ગ્રહણ અને ધારણ કરી શકે એ માટે પ્રત્યેક સૂત્રના અનુયોગોને અલગ (પૃથક) કરી દીધા. અપરિણામી અને અતિપરિણામી શિષ્ય નય દૃષ્ટિનો મૂળ ભાવ નહિ સમજીને ક્યાંક ક્યારેક એકાંતજ્ઞાન, ક્યારેક એકાંતક્રિયા અથવા એકાંતનિશ્ચય અથવા એકાંતવ્યવહારને જ ઉપાદેય ન માની લે, તેમજ સૂક્ષ્મ વિષયમાં મિથ્યાભાવ (ખોટો અથ) ગ્રહણ ન કરે, એ માટે નયના વિભાગ કરવામાં આવ્યા નહિ. અનુયોગોના પૃથક્કર્તાના રૂપમાં આચાર્ય આર્ય રક્ષિતનું નામ જૈન ઇતિહાસમાં હરહંમેશ માટે અમર રહેશે.
(ગણાચાર્ય આર્ય રથ) આર્ય વજના આર્ય વજસેન, આર્ય પા અને આર્ય રથ - આ ત્રણ મુખ્ય શિષ્ય હતા. આર્ય વજસેનને કાળાન્તરમાં આર્ય રક્ષિત તેમજ આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર પછી યુગપ્રધાનાચાર્યના પદે નીમવામાં આવ્યા. આર્ય પાથી પદ્માશાખા તથા આર્ય રથથી જયંતીશાખા અને ગૌતમ-ગોત્રીય આર્ય વજથી વજી શાખા પ્રગટી. [ ૨૮૦ 9999999999ણન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)