Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આર્ય રક્ષિતે આટલું વિશાળ જ્ઞાન અર્ચન કરવું પોતાના સામર્થ્યથી બહારનું સમજી વજી પાસેથી દશપુર જવા માટે રજા માંગી, પણ આર્ય વજે એમને આશ્વસ્ત કરતા કહ્યું: “વત્સ ! ધીરજ રાખ, હજી વધુ ભણ.”
યથાજ્ઞાપતિ દેવ !” કહી આર્ય રક્ષિતે ફરી આગળ ભણવાનું શરૂ કર્યું. જો કે હવે એમને પહેલાં જેવો આત્મવિશ્વાસ રહ્યો ન હતો કે તેઓ બાકીના અથાગ જ્ઞાનને આત્મસાત્ કરી શકશે, આથી ફરીફરીને વારંવાર તેઓ આચાર્ય વજ પાસેથી દશપુર જવાની રજા માંગવા લાગ્યા, તેથી આચાર્યએ એમના જ્ઞાનના ઉપયોગ વડે જોયું - વસ્તુતઃ હવે આર્ય રક્ષિત દશપુર ગયા પછી પાછા આવશે નહિ, નહિ કોઈ એવો અન્ય સુપાત્ર દેખાઈ રહ્યો કે જે સમસ્ત, પૂર્વજ્ઞાનને ધારણ કરી શકે અને હવે ના તો મારું આયુષ્ય એટલું બાકી છે. આવા સંજોગોમાં દશમો પૂર્વ મારા જીવનની સાથે જ ભરતક્ષેત્રમાંથી નાશ પામશે.”
આ રીતે ભવિષ્યમાં ઘટનારા પ્રસંગોને જોઈ આચાર્ય વજએ આખરે આર્ય રક્ષિતને દશપુર જવાની પરવાનગી આપી દીધી.
આમ આર્ય રક્ષિત નવપૂર્વોનું સંપૂર્ણ અને દશમાપૂર્વનું અપૂર્ણ જ્ઞાન જ મેળવી શક્યા. આચાર્ય વજની રજા મળતાં જ તેઓ એમના નાના ભાઈ મુનિ ફલ્યુરક્ષિતની સાથે દશપુર તરફ અગ્રેસર થયા. દશપુર ગયા પછી આર્ય રક્ષિતે એમનાં માતા-પિતા આદિ સ્વજનોને ઉપદેશ આપી પ્રવ્રજિત કર્યા, જેના પરિણામે તેઓ બધાં શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયાં. રક્ષિતના પિતા ખંત (વૃદ્ધમુનિ) સોમદેવ પુત્રમોહવશ એમની સાથે વિચરતા રહ્યા, પણ નિગ્રંથ માટે વિહિત લિંગવેશ ધારણ કરી શક્યા નહિ. એમને આરંભે છત્ર, ઉપાનતુ, યજ્ઞોપવીત આદિ ધારણ કરવાની છૂટ આપી, પછી ધીમે-ધીમે પૂર્ણરૂપે સાધુ માર્ગમાં સ્થિર કર્યા | નવદીક્ષિત સાધુઓને લઈને આર્ય રક્ષિત એમના ગુરુ આર્ય તોષલિપુત્રની સેવામાં ગયા. સાડાનવપૂર્વેના જ્ઞાનધારી પોતાના શિષ્ય આર્ય રક્ષિતને જોઈને આચાર્ય તોષલિએ પરમ સંતોષ અનુભવ્યો અને એમને દરેક પ્રકારે યોગ્ય સમજી પોતાના ઉત્તરાધિકારી આચાર્ય બનાવ્યા. આર્ય રક્ષિતે વિવિધ પ્રદેશોમાં વિચરણ કરી અનેક ભવ્ય જનોને પ્રબોધ આપ્યો. ૨૦૮ 9999£99696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)