Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સમજી મુનિ રક્ષિત ઉજ્જૈનમાં સ્થવિર ભદ્રગુપ્તની પાસે રહ્યા અને એમણે ઘણી લગનથી એમની સેવા કરી.
સ્થવિર ભદ્રગુપ્તના સમાધિપૂર્વક સ્વર્ગારોહણ પછી આર્ય રક્ષિતે આર્ય વજની સેવામાં હાજર થવા માટે ઉજ્જૈનથી વિહાર કર્યો. આર્ય વજ્ર પાસે પહોંચી વિધિવતુ ભક્તિભાવે પ્રણામ કર્યાં. આચાર્ય વજ સ્વામીના પૂછતાં રક્ષિત મુનિએ જણાવ્યું કે - “તેઓ આર્ય તોષલિપુત્રને ત્યાંથી આવ્યા છે.”
ત્યાર બાદ આચાર્ય વજ્રએ આર્ય રક્ષિતને પૂર્વેની શિક્ષા આપવાની શરૂઆત કરી. અત્યંત મેધાવી રક્ષિતે ઘણી લગન ને ઉત્સુકતાથી અધ્યયન કરીને ટૂંક સમયમાં જ નવપૂર્વેનું શિક્ષણ મેળવી લીધું અને દશમાપૂર્વનું અધ્યયન આરંભ્યું.
અહીં આર્ય રક્ષિતની માતા પુત્રવિરહમાં વ્યાકુળ થઈ. એમણે આર્ય રક્ષિતને બોલાવી લાવવા માટે પોતાના નાના પુત્ર ફલ્ગુરક્ષિતને મોકલ્યો. ફલ્ગુરક્ષિતે આર્ય રક્ષિત પાસે જઈને કહ્યું : “માતા તમને એકધારા યાદ કરતી રહે છે. જો તમે એકવાર દશપુરમાં આવો તો માતા-પિતા આદિ બધાં સ્વજન પ્રવ્રજ્યા ધારણ કરી લેશે.’
આર્ય રક્ષિત સંપૂર્ણપણે અધ્યાત્મજ્ઞાનમાં પલોટાઈ ચૂક્યા હતા (રમમાણ હતા). તેઓને સમજાઈ ગયું હતું કે - ‘સંસારના બધા જ સંબંધો નશ્વર છે. તન, ધન, સ્નેહીજનો આદિ કોઈ મારું નથી. હું શરીરથી અલગ શુદ્ધચેતન છું. જ્ઞાન મારો સ્વભાવ અને વિવેક જ મારો મિત્ર છે.’
એમણે ફલ્ગુરક્ષિતને કહ્યું : “વત્સ ! જો મારા આવવાથી માતાપિતા આદિ પ્રવ્રજ્યા ધારણ કરવા માટે તત્પર છે, તો પહેલાં તું તો પ્રવ્રજ્યા ગ્રહી લે ?”
ફલ્ગુરક્ષિતે તે જ સમયે દીક્ષા લઈ લીધી. તેઓ મુનિધર્મનું અનુપાલન કરતા રહીને આર્ય રક્ષિતને દશપુર આવવા માટે યાદ
અપાવતા રહ્યા.
એક દિવસ આર્ય રક્ષિતે આચાર્ય વજ્રને પૂછ્યું : “ભગવન્ ! હવે દશમો પૂર્વ હજી કેટલો ભણવાનો બાકી છે ?'
આચાર્ય વજ્રએ કહ્યું : “વત્સ ! હજી તો સિંધુમાંથી બિંદુ જેટલું થયું છે અને સમુદ્ર જેટલું બાકી છે.”
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૩૭. ૨૦૦