Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
[ સામાન્ય પૂર્વધરકાળ] વી. નિ. સં. ૧૭૦ થી ૫૮૪ સુધીના દશપૂર્વધરકાળના આચાર્યોનો પરિચય આપી ચૂક્યા છીએ. વી. નિ. સં. ૧૮૪ થી ૧૦૦૦ સુધી સામાન્ય પૂર્વધરકાળ રહ્યો. આ સમયગાળા(અવધિ)માં આર્ય રક્ષિત સાáનવપૂના (સાઢાનવ પૂર્વેના) જાણકાર આચાર્ય થયા. આર્ય રક્ષિત્પછી બનેલા આચાર્યોમાં કયા-કયા આચાર્ય કેટલા પૂર્વેના જ્ઞાતા રહ્યા, એ વિષયમાં કોઈ ઉલ્લેખ મળતો નથી. આવી પરિસ્થિતિમાં એમ જ કહી શકાય છે કે વી. નિ. સં. ૧૦૦૦ સુધી પૂર્ણપણે ૧ પૂર્વનું અને બાકીના પૂર્વોનું આંશિક જ્ઞાન વિદ્યમાન રહ્યું.
'યુગમયાબાવાર્ય આર્ય રક્ષિત
આર્ય વજ સ્વામી પછીના ઓગણીસમા યુગપ્રધાન આચાર્ય આર્ય રક્ષિત થયા. એમના દીક્ષાગુરુ આચાર્ય તોષલિપુત્ર અને વિદ્યાગુરુ આચાર્ય વજ માનવામાં આવ્યા છે. એમનો પરિચય આ પ્રમાણે છે : જન્મ : વિ. નિ. સં. પર૨ | ગૃહસ્થપર્યાય : રર વર્ષ દીક્ષા : વ. નિ. સં. ૧૪૪ સામાન્ય સાધુપર્યાયઃ ૪૦ વર્ષ આચાર્યપદ વિ. નિ. સં. ૫૮૪ | આચાર્યપર્યાય : ૧૩ વર્ષ સ્વર્ગારોહણઃ વિ. નિ. સં. ૧૯૭ | પૂર્ણ આયુષ્ય : ૭૫ વર્ષ
આવશ્યક ચૂર્ણિ' આદિ પ્રાચીન ગ્રંથોમાંથી મળેલ એમના જીવન પરિચય પ્રમાણે માલવપ્રદેશના દશપુર (મંદસૌર) નામના નગરમાં સોમદેવ નામનો એક બ્રાહ્મણ પુરોહિત રહેતો હતો. એની ધર્મપત્ની રુદ્રસોમા જૈન ધર્મની ઉપાસના કરતી હતી. સોમદેવના મોટા પુત્રનું નામ રક્ષિત અને બીજાનું નામ ફલ્યુરક્ષિત હતું. સોમદેવે રક્ષિતને દશપુરમાં શિક્ષા અપાવ્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે પાટલિપુત્ર મોકલ્યો. ત્યાં એ ટૂંકા ગાળામાં જ વેદ-વેદાંગાદિ ૧૪ વિદ્યાઓમાં પારંગત થયો અને શિક્ષણ પૂરું થયા પછી પાછો ફર્યો. રાજા અને નગરજનોએ રક્ષિતનું ભવ્ય સ્વાગત કર્યું. પણ એની માતાએ કોઈ પણ પ્રકારની ખુશી દર્શાવી નહિ તેમજ એની ઉપેક્ષા કરી. આમ કરવાનું કારણ પૂછતાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2669696969696969696969 ૨૦૫