Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(સાતમા નિહનવ ગોષ્ઠામાહિલ) સાતમા અને અંતિમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ વી. નિ. સં. ૧૮૪માં થયા. ગોષ્ઠામાહિલે ભ. મહાવીરના સિદ્ધાંતોથી વિપરીત (વિરોધી) પોતાના સિદ્ધાંત “અબદ્ધિક દર્શન'નું પ્રરૂપણ તેમજ પ્રવર્તન કર્યું. એથી તેઓ નિનવ કહેવાયા. ગોષ્ઠામાહિલ અને એમના વડે પ્રરૂપિત અબદ્ધિક દર્શનનો અહીં સંક્ષેપમાં પરિચય આપવામાં આવી રહ્યો છે.
પોતાના જીવનના અંતિમ વર્ષમાં આર્ય રક્ષિત ઉદ્યત વિહાર વડે અનેક પ્રદેશોમાં વિચરણ કરતા-કરતા એક દિવસ પોતાના શિષ્યસમૂહ સાથે દશપુર નગરના બહિરાંચલમાં રહેલ ઇક્ષુધર નામના સ્થળે પધાર્યા.
એ દિવસોમાં મથુરામાં અક્રિયાવાદીઓનું વર્ચસ્વ વધી રહ્યું હતું. એમણે બધા ધર્માવલંબીઓને શાસ્ત્રાર્થ માટે લલકાર્યા, પણ એમની સાથે વાદ-વિવાદ કરવાનું સામર્થ્ય કોઈ પણ વિદ્વાનમાં ન હતું. જૈન ધર્મની લાંબા સમયથી અજિત થયેલી પ્રતિષ્ઠાની રક્ષા માટે સંઘે એકઠા થઈ વિચાર-વિમર્શ કર્યો. અન્ય કોઈ વિદ્વાનને અક્રિયાવાદીઓની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે સમર્થ ન જોતાં સંઘે આર્ય રક્ષિત પાસે દશપુરમાં સંદેશો મોકલી એમને મથુરા આવી અક્રિયાવાદીઓને હરાવવા પ્રાર્થના કરી. તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા અને તેઓ જાણતા હતા કે - “તેમનો અંતિમ સમય હવે નજીક આવી ગયો છે. આવી હાલતમાં એમણે એમનું જવું યોગ્ય ન લાગતાં શાસ્ત્રાર્થમાં પારંગત પોતાના શિષ્ય ગોષ્ઠામાહિલને મથુરા મોકલ્યા.
ગુરુ આજ્ઞા માથે ચઢાવી ગોઠામાહિલ મથુરા ગયા. અક્રિયાવાદીઓની સાથે એમણે શાસ્ત્રાર્થ શરૂ કર્યો. ગોષ્ઠામાજિલના શક્તિશાળી તક અને અતોડ યુક્તિઓની સામે અક્રિયાવાદીઓ પોકળ સાબિત થયા. મધ્યસ્થીઓ તેમજ સભ્યોએ સર્વસંમત એકસૂરે અક્રિયાવાદીઓને હારેલા અને ગોષ્ઠામાહિલને વિજેતા જાહેર કર્યા. જિનશાસનની ઘણી મહાન પ્રભાવના થઈ અને સંઘમાં સર્વત્ર ખુશીની લહેર દોડી ગઈ. જીતીને ગોષ્ઠામાહિલ ગુરુસેવામાં દશપુર પાછા ફર્યા. એમની સાથે મથુરાસંઘના પ્રતિષ્ઠિત પ્રતિનિધિ પણ હતા. એમણે આર્ય રક્ષિતને પ્રાર્થના કરી કે - “તેઓ મુનિ ગોષ્ઠામાહિલને મથુરામાં ચતુર્માસ જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 99996969696969696962 ૨૮૧