Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ગુડશસ્ત્રપુર જઈને આર્ય ખપૂટે યક્ષને એમના પ્રભાવથી ભક્ત બનાવી લીધો અને રાજા સહિત સમસ્ત પ્રજાને પણ પ્રભાવિત કરી દીધા.
આર્ય ખપુટ ગુડશસ્ત્રપુરમાં જ વિરાજમાન હતા કે એમની પાસે ભૃગુપુરથી બે સાધુ આવ્યા અને એમણે નિવેદન કર્યું કે – “ભગવદ્ તમારા અહીં ચાલ્યા આવ્યા પછી ભુવન મુનિએ તમારી સંભાળવા આપેલી ગુપ્ત કપર્દીને ખોલીને એમાંથી એક પત્ર કાઢ્યો, જેમાંથી એના પઠનમાત્રથી સિદ્ધ થતી આકર્ષિણી વિદ્યા મેળવી લીધી છે. તે એ વિદ્યાના પ્રભાવથી દરરોજ શ્રેષ્ઠતમ ભોજન મંગાવીને ખાવા લાગ્યો. આમ થતું જોઈ સ્થવિરોએ એને અટકાવ્યો, તો તે ક્રોધે ભરાઈ બોદ્ધોના વિહારમાં જતો રહ્યો. વિદ્યાના પ્રભાવથી ખાલી પાત્રો આકાશમાર્ગે જતા અને . ભોજનસામગ્રીથી ભરાઈને પાછાં ફરતાં હતાં. આ રીતના પ્રભાવને જોઈને શ્રાવક પણ ભુવન મુનિની તરફ આકર્ષાયા. આવી સ્થિતિમાં તમારે ત્યાં આવી સંઘને આશ્વસ્ત કરવો જોઈએ.”
એ બંને મુનિઓની વાત સાંભળી આર્યખપુટ કંઈક વિચારી ગુડશસ્ત્રપુરથી ભૃગુકચ્છપુર તરફ જવા લાગ્યા. ત્યાં પહોંચી તેઓ ક્યાંક ગુપ્તરૂપે - ભેદી રીતે રોકાયા અને ભુવન મુનિ દ્વારા આકર્ષિણી વિદ્યાથી મંગાવેલા અન્નથી ભરેલાં પાત્રોને આકાશમાર્ગમાં જ પથ્થરો વડે ફોડીને પાડવા લાગ્યા. પાત્રોમાંના મીઠાઈ વગેરે ખાદ્યપદાર્થો લોકોનાં માથાં પર પડવા લાગ્યા. પોતાની મહેનતને નિષ્ફળ થતી જોઈ મુનિ ભવન તરત જ સમજી ગયો કે આર્ય ખપુટ ત્યાં આવી ચૂક્યા છે. ગભરાઈને તે ભૃગુપુરથી ભાગી ગયો. આર્ય ખપુટ મુનિમંડળ સાથે બોદ્ધવિહારમાં ગયા અને પોતાની વિદ્યાના પ્રભાવથી બધાને પ્રભાવિત કરી એમણે અન્ય પ્રદેશની તરફ વિહાર કર્યો.
વિશિષ્ટ વિદ્યાઓના માધ્યમથી ચમત્કાર-પ્રદર્શનથી એ યુગમાં આર્ય ખપૂટે જિનશાસનની ઉલ્લેખનીય-પ્રશંસનીય સેવાઓ કરી. તપાગચ્છ પટ્ટાવલી' પ્રમાણે આર્ય ખપૂટાચાર્યનો સમય વિ. નિ. સં. ૪પ૩ જણાવવામાં આવ્યો છે અને પ્રભાવક ચરિત્રમાં વિ. નિ. સં. ૪૮૪ જણાવવામાં આવ્યો છે. આ બંને ઉલ્લેખોને એકબીજાના પૂરક, એટલે કે વી. નિ. સં. ૪૫૩માં એમના આચાર્યકાળમાં પ્રારંભ અને વી. નિ. સં. ૪૮૪માં નિધન માની લેવામાં આવે તો ઉપરોક્ત બંને ગ્રંથકારોના ઉલ્લેખ સંગત અને આર્ય ખપુટના આચાર્યકાળના નિર્ણાયક બની શકે છે. [ ૨૩૬ 090999999999ન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨)