Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
યથાજ્ઞાપતિ દેવ' કહીને આર્ય ધનગિરિ આર્ય સમિત સાથે ભિક્ષા માટે ભ્રમણ કરતા-કરતા બધાથી પહેલા સુનંદાના ઘરે પહોંચ્યા. આર્ય ધનગિરિ અને સમિતને સુનંદાના ઘરે ભિક્ષા માટે આવતા જોઈ સુનંદાની અનેક સહેલીઓ સુનંદા પાસે જઈને કહેવા લાગી : “સુનંદે ! તું તારો આ પુત્ર ધનગિરિને આપી દે.”
સુનંદા એના પુત્રના ક્યારેય પણ બંધ ન થનારા રુદનથી દુઃખી તો હતી જ, એણે તરત જ પોતાની સહેલીઓની વાત સાંભળીને પોતાના પુત્રને બંને હાથોથી ઊંચકીને ધનગિરિને વંદન કરતા કહ્યું : “તમારા આ પુત્રના એકધારા રુદનથી હું ઘણી જ દુઃખી થઈ છું. કૃપા કરી તમે એને લઈ જાઓ અને તમારી પાસે જ રાખો. જો એ તમારી પાસે રહીને સુખી રહેશે, તો એનાથી મને સુખનો જ અનુભવ થશે.” - આર્ય ધનગિરિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “શ્રાવિકે ! હું એને લેવા માટે તૈયાર છું, પણ સ્ત્રીઓની વાતનો વિશ્વાસ કરી શકાતો નથી. ભવિષ્યમાં કોઈ પણ રીતનો વિવાદ ન જાગે, એ માટે તે અનેક વ્યક્તિઓને સાક્ષીમાં રાખીને એમની સામે પ્રતિજ્ઞા કરી કે - “ભવિષ્યમાં તું ક્યારેય તારા આ પુત્રના વિષયમાં કોઈ પણ રીતની કોઈ વાત નહિ કહીશ.”
સુનંદાએ અત્યંત ખિન્ન વદને કહ્યું: “એક તો આર્ય સમિત (સાંસારિક પક્ષે સુનંદાના સહોદર) મારા સાક્ષી છે અને એમના સિવાય મારી આ બધી જ બહેનપણીઓ સાક્ષી છે. આ બધાને સાક્ષીમાં રાખી હું સ્વીકારું છું કે આ ક્ષણ પછી હું મારા આ પુત્રના સંબંધમાં ક્યારેય કોઈ વાત કહીશ નહિ.” - ત્યાર બાદ સુનંદાએ એના પુત્રને મુનિ ધનગિરિના પાત્રમાં મૂકી દીધો. બાળકે તરત જ અત્યંત સંતોષ અનુભવી રડવાનું બંધ કરી દીધું. મુનિ ધનગિરિએ ઝોળીના વસ્ત્રને બાંધી લઈ જમણા હાથથી દઢતાપૂર્વક પાત્રબંધને ઝાલીને સુનંદાના ઘરેથી નીકળી આર્ય સિંહગિરિ પાસે ગયા. સુનંદાના આંગણેથી નીકળીને ઉપાશ્રય સુધી પહોંચતા સુધીમાં તો મુનિની બાંયો એ શિશુના વજનથી એટલી ભારે થઈ ગઈ કે જાણે હમણાં જ તૂટી પડશે. જેમ-તેમ કરીને એ વજનને ઊંચકીને તેઓ ગુરુ પાસે પહોંચ્યા. વજનને લીધે એક તરફ નમી પડેલા ધનગિરિને દૂરથી જોતાંની સાથે જ આર્ય સિંહગિરિ એમની પાસે આવીને એમના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 96969696969696969696962 ૨૫o |