Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આર્ય ધનગિરિએ સુનંદાને સાધુ-આચાર સંબંધમાં સમજાવતા કહ્યું કે - “શ્રાવિકે ! અમે સાધુ લોકો સાધુ-કલ્પ પ્રમાણે જે રીતે એકવાર સ્વીકારાયેલ વસ્ત્ર-પાત્ર આદિ વસ્તુને ફરી આપી શકતાં નથી, બરાબર એ જ પ્રમાણે એકવાર સ્વીકારી લીધેલા બાળક વજને પણ તને પાછો આપી શકતા નથી. તું તો પોતે જ ધર્મની જાણકાર છે, આથી એકવાર સ્વીકારેલી વાતથી ફરી જવાની ઉચિત ન લાગતી વાત તને શોભતી નથી. તે આર્ય સમિત અને તારી બહેનપણીઓને સાક્ષી બનાવીને બાળક વજને મને આપતી વખતે કહેલું હતું કે - ‘આ બાળક હું તમને આપું છું, હવે હું ક્યારેય પણ આ બાળક સંબંધમાં કોઈ પણ પ્રકારની વાત કરીશ નહિ.' આથી હવે તારે તારી એ પ્રતિજ્ઞાને પાળવી જોઈએ.”
આર્ય ધનિગિર વડે બધી રીતે સમજાવવા-મનાવવા છતાં પણ સુનંદાએ પોતાની આ અવિચારી જીદ છોડી નહિ, તો સંઘના મુખ્ય સદસ્યોએ પણ એને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમ છતાં સુનંદા એની હઠ પર વળગી રહી અને એણે રાજદ્વારમાં ટહેલ નાંખી અને પોતાની વાત આગળ ધરી ઉચિત ન્યાયની માગણી કરી.
ન્યાયાધિકારીઓએ બંને પક્ષો પાસેથી પૂરેપૂરી જાણકારી મેળવી ને એ જટિલ સમસ્યાનો નિર્ણય લાવવા રાજાને જણાવ્યું. બંને પક્ષોના મોઢેથી વારાફરતી બાળકને આપવા અને લેવાની વાત સ્વીકારવાની સાંભળી રાજા સહિત ન્યાયાધીશ પણ ઘણા અસમંજસમાં પડી ગયા કે - ‘એક તરફ તો માતા એના પુત્રને મેળવવા માટે માગણી કરી રહી છે, તો બીજી તરફ સ્વયં સુનંદાએ સ્વેચ્છાએ પોતાનો એ પુત્ર મુનિને આપી દીધેલો છે, જે પુત્રનો પિતા અને સુનંદાનો પતિ રહેલો છે. સાધુને આપી દીધા પછી એ બાળક સંઘનો થઈ ચૂક્યો છે. ખરેખર તો જોવા જતા સંઘ જ સર્વોપરી છે, કારણ કે તીર્થંકરોએ પણ સંઘને સન્માન આપ્યું છે.' આખરે ઘણો વિચાર-વિમર્શ કર્યા પછી રાજાએ એમ નિર્ણય,આપ્યો કે - ‘આ બાળક બંને પક્ષોમાંથી જે પક્ષ પાસે સ્વેચ્છાએ જતો રહેશે, એની પાસે જ રહેશે.’
'
રાજાની આજ્ઞા પ્રમાણે પ્રથમ અવસર માતાને આપવામાં આવ્યો. સુનંદાએ બાળકને લલચાવવા માટે આકર્ષક એવા અનેક જાતનાં સુંદર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭૭૭ ૨૫૯