Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
થતા અન્યના હિતનો વિચાર કરતા અનુકંપાથી પ્રેરાઈને એમણે એ ગગનગામિની વિદ્યાનો પ્રયોગ કરી અનેક લોકોના પ્રાણ બચાવ્યા.
આમ અનેક વિદ્યાઓથી સંપન્ન આચાર્ય વજ પોતાના આચાર્યકાળમાં વિચરણ કરતા-કરતા પૂર્વભાગમાંથી ઉત્તરપ્રદેશમાં પધાર્યા. ભારતના બધા જ ઉત્તરી ભાગોમાં ઘોર અનાવૃષ્ટિને લીધે ભયંકર દુકાળ પડ્યો. ખાદ્યસામગ્રીના અભાવને લીધે, અભિયોગોથી ત્રાસેલી પ્રજામાં બધે હાહાકાર ફેલાઈ ગયો. ઘાસ-ફળ-ફૂલ વગેરેના અભાવમાં પશુપક્ષી અને અન્નના અભાવથી આબાલ-વૃદ્ધ મનુષ્યો ભૂખથી રિબાઈરિબાઈને કાળનો કોળિયો થવા લાગ્યા. એ પ્રકોપથી ત્રાસેલા સંઘે આચાર્યના શરણમાં જઈ ત્રાહિમામ પોકાર્યો.
આચાર્યે એમનો કરુણ પોકાર સાંભળી દયાથી પીગળી જઈ વિશાળ જનસમૂહના પ્રાણોની રક્ષા માટે, સમષ્ટિના હિતની સાથે-સાથે ધર્મના હિતને ધ્યાનમાં રાખી, સાધુઓ માટે વર્જિત હોવા છતાં પણ આકાશગામિની વિદ્યાના પ્રયોગથી સંઘને માહેશ્વરીપુરીમાં પહોંચાડ્યો. ત્યાંના રાજા બૌદ્ધધર્માનુયાયી હોવાના લીધે જૈન ઉપાસકોનો વિરોધ કરતો હતો, પણ આર્ય વજના પ્રભાવથી તે પણ શ્રાવક બન્યો અને એનાથી ધર્મની ઘણી પ્રભાવના થઈ.
દુષ્કાળોની હારમાળા માત્ર ભારતમાં જ નહિ, અન્ય અનેક દેશોમાં પણ પહેલેથી જ ચાલતી આવી છે. દુકાળ વખતો-વખત માનવતાને ઘણી ખરાબ રીતે ઝંઝોળી છે. દુકાળને લીધે માનવ સંસ્કૃતિ સદીઓના અથાગ પરિશ્રમ અને અનુભવે મેળવેલા જ્ઞાન-વિજ્ઞાન તેમજ માનવતામૂલક ધર્મની ઘણી જ હાનિ થઈ છે. પણ આ રીતના સંકટના સમયમાં પણ આચાર્ય વજ સ્વામી જેવા મહાન આત્માઓએ પોતાના અસીમ આત્માના બળ વડે સંયમ અને આધ્યાત્મિક જ્ઞાનના દીપકને પ્રજ્વલિત રાખ્યો. આ પ્રકારના આધ્યાત્મિક સત્પુરુષોના કૃપાપ્રસાદથી આપણો ધર્મ, આધ્યાત્મિક જ્ઞાન ને સંસ્કૃતિ આદિ સદીઓથી ભયંકર દુકાળો, રાજ્યક્રાંતિઓ, ધર્મવિપ્લવોની લપડાકો ખાવા છતાં પણ આજ સુધી જીવંત રહી માનવતાને નવજીવન આપતા રહ્યા છે.
આચાર્ય વજ સ્વામીની એવી આંતરિક અભિલાષા હતી કે મૃતગંગાની પાવનધારા અબાધ અને અવિચ્છિન્ન રૂપે પ્રવાહિત થતી રહે, ૨૮ 999999999999]ન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨)