Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
“આચાર્ય પ્રવર ! આ મારી અત્યંત રૂપ ગુણ સંપન્ન કન્યા તમારા ગુણો ઉપર મુગ્ધ થઈ પોતાના પતિના રૂપમાં તમારું વરણ કરવા માંગે છે, મારી પાસે એક અરબ રૂપિયાનું ધન છે. મારી કન્યાની સાથે હું આ બધું જ ધન તમને સમર્પિત કરવા માંગુ છું. આ ધન વડે તમે આજીવન વિવિધ ભાગોપભોગ, દાન, ઉપકાર વગેરેનો આનંદ માણી શકો છો, આપ કૃપા કરીને મારી આ કન્યા સાથે પાણિગ્રહણ કરી લો.”
આચાર્ય વજે સહજ શાંત - મંદ સ્મિત સાથે કહ્યું: “ભદ્ર ! તમે અત્યંત સરળ પ્રકૃતિના છો. તમે પોતે તો સાંસારિક બંધનોમાં બંધાયેલાં છો જ, બીજાને પણ એ બંધનોમાં બાંધવા માંગો છો. તું નથી જાણતો કે સંયમના માર્ગમાં કેટલો અભુત અલૌકિક આનંદ છે. આ પથ કાંટાળો કેમ ન હોય, પણ એનો સાચો પથિક સંયમ અને જ્ઞાનની મસ્તીના જે અનિર્વચનીય આનંદ અનુભવે છે, એની સામે આ ક્ષણિક મળેલું સુખ નિતાંત, નગણ્ય, તુચ્છ, ક્ષુલ્લક અને સુખનો આભાસ માત્ર છે. સંયમથી પ્રાપ્ત થતું અનિર્વચનીય આધ્યાત્મિક આનંદનું મૂલ્ય રત્નરાશિથી પણ અનંતગણું છે. તું કલ્પવૃક્ષ સમા સંયમના સુખની તુચ્છ તણખલા સમાન ઇન્દ્રિયસુખ સાથે સરખામણી કરવા માંગે છે. સૌમ્ય ! હું તો નિષ્પરિગ્રહી સાધુ છું. મને સંસારની કોઈ પણ જાતની સંપત્તિ અથવા વિષય-વાસનાની કામના નથી. જો આ તારી કન્યા સાચે જ મારા પ્રત્યે અનુરાગ રાખે છે, તો મારા વડે સ્વીકારાયેલ પરમ સુખપ્રદ સંયમમાર્ગે પ્રવૃત્ત થઈ જાય.”
આચાર્ય વજની ત્યાગ તેમજ તપોભૂત વિરક્તિપૂર્ણ સયુક્તિક વાણી સાંભળી શ્રેષ્ઠી કન્યા રુકિમણીના અંતર્મન પર છવાયેલો અજ્ઞાનનો કાળો પડદો ખસી ગયો. એના અંતર્થક્ષ ખૂલી ગયાં. એણે તરત જ સંયમ ધારણ કરી લીધો અને સંયમનું નિર્દોષપણે પાલન કરતા-કરતા સાધ્વીઓ સાથે વિચરણ કરવા લાગી.
આર્ય વજ સ્વામીના પૂર્વભવના મિત્ર જંભક દેવોએ એમને પ્રસન્ન થઈને જે ગગનગામિની વિદ્યા આપી હતી, તે વિદ્યાને એમણે અથાગ આગમજ્ઞાનની મદદ વડે આચારાંગ સૂત્રના મહાપરિજ્ઞા અધ્યયન વડે શોધી કાઢી અને ભયંકર સંક્રાંતિકાળમાં અનિવાર્ય જરૂરિયાત ઊભી જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 36969696969696969696969 ર૦૦ |