Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અખલિત મેઘ જેવા ગંભીર અવાજમાં આર્ય વજ વડે શાસ્ત્રોની વાચનાનો ક્રમ ચાલી રહ્યો હતો, બરાબર એ જ સમયે આર્ય સિંહગિરિ જંગલમાંથી આવી ગયા. આર્ય વજનો અવાજ ઓળખીને આર્ય સિહગિરિ દરવાજા પાસેની દીવાલની ઓથે ઊભા રહી ગયા. બાળક મુનિના મોઢેથી શાસ્ત્રના એકે-એક સૂત્રનું અત્યંત સ્પષ્ટ અને સુંદર વિવેચન સાંભળી આર્ય સિંહગિરિ આનંદિત થઈ ગદ્ગદ થઈ ગયા. પરમાનંદ અનુભવતા એમના હૃદયમાંથી અચાનક આ પ્રકારના ઉદ્ગાર સરી પડયા - “ધન્ય છે ભગવાન મહાવીરનું આ શાસન, ધન્ય છે આ ગચ્છ, જેમાં આ પ્રકારના અલૌકિક શિશુ મુનિ વિદ્યમાન છે.”
બાળક-મુનિ ક્યાંક શરમાઈ ન જાય અથવા આઘાત ન પામે, એમ જોઈ આર્ય સિંહગિરિએ મોટા અવાજે આગમસૂચક “નિસિહીનિસ્સિહી' શબ્દોનું ઉચ્ચારણ કર્યું.
પોતાના ગુરુનો અવાજ ઓળખાતા જ વજ મુનિને શરમની સાથે ડર પણ લાગ્યો. એમણે ઝડપથી સાધુઓને વિંટણો (વસ્ત્રો)ને એમની જગ્યાએ ગોઠવી દીધાં અને તેઓ નતમસ્તકે ગુરુ પાસે પહોંચ્યા. આર્ય વજએ સાદર પ્રણામ કર્યા પછી ગુરુના પગોને કપડાં વડે લૂછીને સાફ કર્યા. પોતાના ગુરુ સ્નેહનીતરતી મર્માળુ સ્મિતવાળા દેષ્ટિ પ્રપાતથી વજમુનિ અજાણ ન રહ્યા કે એમના વડે થયેલું કાર્ય ગુરુથી છાનું નથી રહ્યું.
આર્ય સિંહગિરિએ રાતના પોતાના શિષ્ય વજ મુનિની અદ્ભુત પ્રતિભા ઉપર વિચાર કરતા મનોમન વિચાર્યું કે - “ઉંમરમાં નાના પણ જ્ઞાનમાં વૃદ્ધ આ બાળક મુનિની એમનાથી દીક્ષામાં જ્યેષ્ઠ મુનિઓ વડે સેવા-સુશ્રુષા કરવામાં જે અવજ્ઞા થઈ રહી છે, એને ભવિષ્યમાં રોકવી જોઈએ. સમજી-વિચારીને એમણે એનો માર્ગ શોધી કાઢ્યો. સવારના સમયે સિંહગિરિએ એમના શિષ્યવૃંદને એકઠો કરી કહ્યું : “હું આજે અહીંથી વિહાર કરી રહ્યો છું. શિક્ષાર્થી બધા શ્રમણો અહીં જ રહેશે.”
અંગશાસ્ત્રોનો અભ્યાસ કરવાવાળા શ્રમણોએ અત્યંત વિનમ્ર અને જિજ્ઞાસાભર્યા સ્વરે પૂછ્યું : “ભગવદ્ ! અમને શાસ્ત્રોની વાચના કોણ આપશે ?” - આર્ય સિંહગિરિએ શાંત, ધીર-ગંભીર, દેઢ સ્વરમાં ટૂંકમાં જવાબ આપ્યો : “લઘુ-મુનિ વજ.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969694 ૨૬૩