Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એક બ્રાહ્મણ વડે અમરફળ પ્રાપ્ત કરવું, એને રાજા ભર્તુહરિને આપવું, રાજા દ્વારા એની રાણીને આપવું, રાણી દ્વારા કુબડા અથવાહકને, અથવાહક દ્વારા ગણિકાને અને ગણિકા દ્વારા ફરી રાજા ભર્તુહરિને એ ફળ આપવાનો ઉલ્લેખ છે. એમાં જણાવવામાં આવ્યું છે કે - “વસ્તુસ્થિતિની ખરી જાણ થતા જ ભર્તુહરિ સંન્યાસ ધારણ કરી વનમાં જતો રહ્યો અને એના પછી વિક્રમાદિત્ય ઉર્જનની રાજગાદી પર બેઠો. . (હિમવંત સ્થવિરાવલી અને વિક્રમાદિત્ય),
“હિમવંત સ્થવિરાવલી'માં વિક્રમાદિત્યને મૌર્યવંશી બતાવવામાં આવ્યો છે. આ સ્થવિરાવલી પ્રમાણે અવંતીમાં સમ્મતિના નિઃસંતાન અવસાન પછી અશોકના પૌત્ર તેમજ તિષ્યગુપ્તના પુત્ર બલમિત્ર અને ભાનુમિત્ર નામના રાજકુમાર અવંતીના રાજસિંહાસન પર આરૂઢ થયા. બંને બંધુ આર્ય કાલકની બહેનના પુત્ર (ભાણેજ) ભૃગુકચ્છ રાજ્યના અધિપતિ બલમિત્ર - ભાનુમિત્રથી અલગ (જુદા) છે. એમનો શાસનકાળ વી. નિ. સં. ૩૫૩ થી ૪૧૩ સુધીનો છે, જ્યારે કે ભડાઁચના બલમિત્ર ભાનુમિત્રનો સમય વી. નિ. સં. ૪૫૪ પછીનો છે.
એ બંને ભાઈ જૈન ધર્મના પરમોપાસક હતા. એમના દેહાંત પછી બલમિત્રનો પુત્ર નભોવાહન અવંતી રાજ્યનો સ્વામી બન્યો. નભોવાહન પણ જૈન ધર્મના અનુયાયી હતો. એનું મૃત્યુ થયા પછી એનો પુત્ર ગર્દભિલ્લ રાજા બન્યો.
ગર્દભિલ્લના મૃત્યુ પછી શકોએ ઉજ્જૈન પર આધિપત્ય જમાવ્યું. આવી હાલતમાં યુવા રાજપુત્ર વિક્રમાદિત્યની પાસે ન તો કોઈ સંગઠિત સેના રહી કે ન કોઈ નાનું-મોટું રાજ્ય. પોતાના પૈતૃક રાજ્ય પર અધિકાર મેળવવા માટે એની પાસે ચોક્કસપણે વિદેશી શકોની વિરુદ્ધ પ્રજામાં વિદ્રોહ ભડકાવવા તથા અન્ય બીજી કોઈ શકિતની મદદ લેવા સિવાય બીજું કોઈ સાધન હાથવગું ન હતું. આવી દશામાં વિક્રમે એ સમયની એક વીર અને યૌદ્ધા જાતિના માલવોની સાથે વૈવાહિક અથવા બીજા કોઈક પ્રકારના માધ્યમે મૈત્રી કરી માલવોની મદદથી શકોને પરાસ્ત કરી અવંતીના પોતાના પિતૃક રાજ્ય ઉપર ૨૪૦ 99999999999છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)