Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દુર્લભ છે. એમનો પરિચય આર્ય વજના પરિચય સાથે આપવામાં આવી રહ્યો છે. સિંહગિરિના શિષ્ય આર્ય અહંદુતનો કોઈ પરિચય મળતો નથી.
(આર્ય મંગૂના સમયનો મુખ્ય રાજવંશ) આર્ય મંગૂના વાચનાચાર્યકાળમાં (વી. નિ. સં. ૪૭૦માં તે પ્રમાણે ઈ.સ.થી પ૭ વર્ષ પહેલાં તથા શક સંવત થી ૧૩૫ વર્ષ પહેલાં) અવંતીના રાજસિંહાસન ઉપર મહાન પ્રતાપી તેમજ પરમ પ્રજાવત્સલ વિક્રમાદિત્ય નામના ગણ-રાજા બેઠા. જે દિવસે વિક્રમાદિત્ય ઉજ્જૈનની રાજગાદી પર બેઠો, એ જ દિવસે અવંતી રાજ્યમાં અને એના ૧૭ અથવા ૧૩ વર્ષ પછી સંપૂર્ણ ભારતવર્ષમાં એના નામથી સંવત પ્રચલિત થયું, જે ક્રમશઃ કૃત સંવત, માલવ સંવત અને વિક્રમ સંવતના નામથી વ્યવહારમાં આવ્યું. .
જૈન ગ્રંથોમાં વિક્રમાદિત્યનો પરિચય મળે છે. એ પ્રમાણે માલવ પ્રદેશની અવંતી નગરીમાં ગર્દભિલ્લ નામનો રાજા રાજ્ય કરતો હતો. એની પહેલી રાણી ધીમતીથી ભર્તુહરિ અને ત્યાર બાદ બીજી રાણી શ્રીમતીથી વિક્રમનો જન્મ થયો.
બંને રાજકુમાર અનુક્રમે તરુણ થયા. ગર્દભિલ્લે એના મોટા પુત્રનાં લગ્ન રાજા ભીમની રાજકુમારી અંગસેના સાથે કરાવ્યું. ત્યાર બાદ ગર્દભિલ્લે અનેક દેશોને જીતીને એમના પર પોતાનો કબજો જમાવ્યો. - કાલાન્તરમાં હૃદયરોગથી રાજા ગર્દભિલ્લનું અવસાન થયું અને મંત્રીઓએ ભતૃહરિને અવંતીના રાજસિંહાસન ઉપર અભિષિક્ત કર્યો. એક વખત પોતાના મોટા ભાઈ વડે કોઈક કારણસર અપમાનિત થતા વિક્રમાદિત્ય ક્રોધે ભરાઈને ખગ લઈને એકલો જ અવંતી રાજ્યથી દૂર જતો રહ્યો. આ રીતે મોટા ભાઈ ભતૃહરિ અવંતી પર રાજ્ય કરવા લાગ્યો અને એનો અનુજ વિક્રમાદિત્ય દેશ-દેશાંતરોમાં પરિભ્રમણ કરવા લાગ્યો.
શુભશીલગણિએ વિક્રમાદિત્યનાં માતા-પિતા, ભાઈ વગેરેનો ઉપરોક્ત પરિચય આપ્યા પછી - “યાં ચિંતયામિ સતત મયિ સા વિરકતા” આ લોક-વિશ્રુત શ્લોક આપતા અમરફળવાળો વૃત્તાંત આપ્યો છે, જેમાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 969696969696969696969 ૨૪૫