Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
હતો કે સમસ્ત જદ્વીપમાં એની સાથે વાદમાં ઊતરી શકે એવો કોઈ પ્રતિવાદી નથી. શાસ્ત્રાર્થ કરવા માટે વિદ્વાનોને લલકારતો તે ઢોલ વગાવડાવી રહ્યો હતો.
રોહગુપ્ત પરિવ્રાજક દ્વારા કરાવેલી ઘોષણા સાંભળી. તેમજ એના અત્યંત વધુ અભિમાનને જોઈ ઢંઢેરો રોકાવ્યો. એણે કહ્યું : “હું પરિવ્રાજક સાથે શાસ્ત્રાર્થ કરીશ.” - ત્યાર બાદ રોહગુપ્ત ગુરુની સેવામાં ગયો અને પ્રણામ કર્યા પછી આચાર્યશ્રીની સેવામાં નિવેદન કર્યું : “ભગવન્! મેં પોટ્ટસાલ પરિવ્રાજક સાથે વાદ કરવાનું સ્વીકાર્યું છે.”
આચાર્ય શ્રીગુખે કહ્યું : “પરિવ્રાજક સાથે વાદ કરવાનું સ્વીકારી તે બરાબર નથી કર્યું. પરિવ્રાજક વિદ્યાઓનો બળિયો છે. જો તે વાદમાં હારી જશે, તો પણ વિદ્યાઓનો પ્રયોગ કરી તને હરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે.”
રોહગુપ્ત બોલ્યાં : “મેં તો વાદ કરવાનું સ્વીકારી લીધું છે. આથી હવે એને કેવી રીતે હરાવી શકાય, તે જણાવવાની કૃપા કરો.”
આથી આચાર્ય શ્રીગુપ્ત સિદ્ધમાત્ર વિદ્યાઓ આપી રોહગુપ્તને પોતાનું રજોહરણ પણ આપ્યું અને કહ્યું : “જો વિદ્યાઓ સિવાય પણ કોઈ ઉપદ્રવ્ય થાય તો આ રજોહરણને ફેરવી દેજે, તને કોઈ જીતી નહિ શકે.”
રોહગુપ્ત ગુરુ પાસેથી મેળવેલી વિદ્યાઓ અને રજોહરણ લઈને રાજસભામાં હાજર થયો અને બોલ્યો : પરિવ્રાજિક! પોતાનો પૂર્વપક્ષ ઉપસ્થિત કરે.”
પરિવ્રાજકે વિચાર્યું કે - “આ શ્રમણો ઘણા હોશિયાર હોય છે, માટે એમના સિદ્ધાંતોને હું મારી તરફથી પૂર્વપક્ષના રૂપે પ્રસ્તુત કરું.” આમ વિચારી તે બોલ્યો: “સંસારમાં બે રાશિઓ છે - જીવરાશિ અને અજીવરાશિ.”
રોહગુપ્ત પ્રતિપક્ષમાં કહ્યું : “નહિ, ત્રણ રાશિઓ હોય છે. જીવ, અજીવ અને નો જીવ. જીવ અર્થાત્ ચેતનાવાળા પ્રાણી, અજીવ ઘટ-પટ વગેરે જડ પદાર્થ અને નોજીવ - ગરોળીની કપાયેલી પૂંછડી.” - “સંસારમાં ત્રણ પ્રકારના પદાર્થ હોય છે. દંડના પણ ત્રણ ભાગ હોય છે, આદિ, મધ્ય અને અંત, લોક પણ ઊર્ધ્વલોક, અધોલોક અને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૨૫૧ |