Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
નિઃસંતાન હતી. કોઈકના કહેવાથી એણે વૈરોટ્યા દેવીની સાધના કરીને પુત્ર મેળવ્યો. જેનું નામ નાગેન્દ્ર રાખવામાં આવ્યું.
પ્રતિમાનાએ એને ગુરુની નિધિ માનીને ૮ વર્ષ સુધી ઘણા લાડકોડથી એનું લાલન-પાલન કરીને એને ગુરુચરણોમાં ભેટરૂપે મૂકી દીધો. ૮ વર્ષનો જાણી ગુરુએ એને દીક્ષિત કર્યો અને મંડન નામના મુનિની દેખરેખ હેઠળ એની કેળવણીની ગોઠવણ કરી. પ્રખર બુદ્ધિશાળી હોવાને લીધે એ બાળકે ટૂંકા ગાળામાં જે સર્વ વિદ્યામાં વિશારદતા મેળવી લીધી. એની સેવાથી પ્રસન્ન થઈ ગુરુએ એને પાદલેપની વિદ્યા પ્રદાન કરી. આથી એમનું નામ પાદલિપ્ત વિખ્યાત થયું.
પાટલિપુત્રમાં મુરુંડના રાજ્યના સમયની એક ઘટના છે કે મુરુંડ રાજાના માથામાં ૬ મહિનાથી અસહ્ય દુઃખાવો થઈ રહ્યો હતો. સંજોગવશાત્ પાદલિપ્ત પણ આચાર્યપદથી સંઘની જવાબદારી ઉપાડ્યા પછી પાટલિપુત્ર ગયા હતા, ત્યારે રાજાના માથાનો દુઃખાવો વિવિધ મંત્ર-તંત્ર, ઔષધ વગેરેથી ઓછો થતો ન હતો. રાજાએ એમનાં મંત્રીને આચાર્ય પાદલિપ્ત પાસે મોકલીને પોતાની શિરોવેદના દૂર, કરવાની પ્રાર્થના કરી; તેથી આચાર્યશ્રી રાજમહેલમાં ગયા અને પોતાની મંત્રશક્તિ વડે રાજાની શિરોવેદના સંપૂર્ણપણે શાંત પાડી.
શિરશૂળ દૂર થતાં જ રાજા ઘણો ખુશ થયો અને આચાર્યશ્રીની કેટલીક કસોટીઓ કર્યા બાદ એમનો પરમ ભક્ત બન્યો. - આચાર્ય પાદલિપ્તની અવર્ણનીય પ્રતિભાના વિષયમાં જૈન સાહિત્યમાં અનેક કથાઓ પ્રચલિત છે. એમના વિષયમાં જણાવાયું છે કે - તેઓ ઔષધિઓના પાદલપ વડે ગગનમાર્ગથી વિચરણ કરતા હતા.'
એમનો વિહાર-પ્રદેશ ઘણો મોટો જણાય છે. માન્યખેટનો રાજા કૃષ્ણ; કારપુરનો રાજા ભીમ આદિ અનેક રાજા-મહારાજા એમના અનુયાયી હતા. પાટલિપુત્ર ભૃગુકચ્છપુર આદિમાં એમણે એમના પ્રભાવના પ્રયોગ વડે અન્ય મત ધરાવનારા વર્ગ વડે જૈન ધર્માવલમ્બિયો વિરોધમાં પેદા કરાયેલ વાતાવરણને શાંત પાડી અનેક લોકોને જૈન ધર્મના અનુયાયી બનાવ્યા. - આર્ય નાગહસ્તીના વાચનાચાર્યકાળમાં ક્રમશઃ આર્યગુપ્ત, વજ અને રક્ષિત આ ત્રણ યુગપ્રધાનાચાર્ય થયા. જેમનો પરિચય આપવામાં આવી રહ્યો છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 863696969ચ્છ69696368 ૨૪૯