Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અધિકાર મેળવી લીધો. માલવોના આ અપાર ઉપકાર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે વિક્રમાદિત્યએ અવંતી પ્રદેશનું નામ માલવ અને માલવોની સાથે થયેલ મૈત્રીને અમર બનાવવા માટે પ્રારંભમાં માલવ રાજ્યમાં અને કાલાન્તરે આખા ભારતમાં કૃત સંવત અથવા માલવ સંવત ચાલુ કર્યો, જેને વિક્રમ સંવતના નામથી જાણવામાં આવે છે. બધા જૈન ગ્રંથોમાં વિક્રમાદિત્યને જૈન ધર્માનુયાયી બતાવવામાં આવ્યો છે.
(વાચનાચાર્ય આર્ય નંદિલ (આનંદિલ)) આર્ય મંગૂ પછી વાચક પરંપરામાં આર્ય નંદિલ સત્તરમાં વાચનાચાર્ય થયા. પ્રભાવક ચરિત્ર પ્રમાણે તેઓ વૈરોચ્યા દેવીના પ્રતિબોધ માનવામાં આવ્યા છે. આચાર્ય નંદિલે વૈરોસ્થાના અશાંત જીવનમાં જ્ઞાનોપદેશ વડે શાંતિ પ્રદાન કરી હતી. આથી વૈરોચ્યા ધરણેન્દ્રની મહારાણીના રૂપે જન્મ લીધા પછી આચાર્ય નંદિલ પ્રત્યે ભક્તિ તેમજ આદર કરવા લાગી. ભ. પાર્શ્વનાથનાં ચરણોમાં ભક્તિ ધરાવનારા ભક્તોનાં કષ્ટોના નિવારણ માટે તે સમયે-સમયે એમની મદદ કરવા લાગી. - આચાર્ય નંદિલે વૈરોચ્યાના સ્તુતિપરક “નમિઊણ જિર્ણ પાસ” આ મંત્રગર્ભિત સ્તોત્રની રચયિતા વૈરાટ્યાની સ્મૃતિને યાદગાર બનાવી દીધી.
જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) 99999999999 ૨૪૦ ]