Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વેણાના કિનારે પહોંચતા જ કુલપતિની સાથે-સાથે આખો તાપસ સમુદાય અચકાયો - ખેંચકાટ અનુભવ્યો. એમની સામે ઘણી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. એક તરફ નદીમાં ડૂબી જવાનો ભય હતો તો બીજી તરફ અથાગ પરિશ્રમ વડે મેળવેલી કીર્તિની ધૂળધાણી થઈ જવાની બીક. ‘લેપની થોડી-ઘણી અસર તો ચોક્કસ રહી હશે' એમ વિચારી કુલપતિ વેણાના પાણીમાં ઊતર્યો. વેણાનો પ્રવાહ - વહેણ જોરમાં હતો અને કુલપતિના પગ ઉપરનો લેપ પહેલેથી જ ગરમ પાણીને લીધે ધોવાઈ ગયો હતો. આથી તાપસોનો કુલપતિ વેણાના ઊંડા અને તીવ્ર પ્રવાહવાળા પાણીમાં ડૂબવા લાગો.
એ જ પળે આર્ય સમિતસૂરિ વેળા-તટે પહોંચ્યા અને તાપસોના કુલપતિને નદીમાં ડૂબતા જોઈને બોલ્યા : “વેણે ! અમને પેલેપાર જવા માટે રસ્તો જોઈએ.” અને એ જ ક્ષણે નદીનું પાણી સંકોચાઈ ગયું અને એ નદીના બંને કિનારા નજીક-નજીક દેખાવા લાગ્યા. એ જોઈ એકઠી થયેલી જનમેદની સ્તબ્ધ થઈ ગઈ. આર્ય સમિત એક જ ડગલે વેણાના બીજા કિનારે પહોંચી ગયા. સમિતસૂરિની અનુપમ આત્મશક્તિથી બધા તાપસ અને હાજર રહેલાં સ્ત્રી-પુરુષો ઘણા પ્રભાવિત થયા. આર્ય સમિતસૂરિએ એ બધાને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવતા સ્વ-પરનું કલ્યાણ કરવા માટે પ્રેરિત કર્યાં. આર્ય સમિતના હૃદયસ્પર્શી ઉપદેશને સાંભળી તાપસ કુલપતિ એના ૪૯૯ શિષ્યો સાથે નિગ્રંથ શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા. તે ૫૦૦ શ્રમણ પહેલાં બ્રહ્મદ્વીપક આશ્રમમાં રહેતા હતા, હવે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા પછી એમની બ્રહ્મદીપિકા શાખા'ના નામથી લોકમાં ખ્યાતિ થઈ.
આર્ય સમિત પોતાના સમયના મહાન પ્રભાવક આચાર્ય હતા. એમણે આત્મકલ્યાણની સાથોસાથ અનેક જીવોને સાધનામાર્ગે દોરીને જિનશાસનની અનુપમ સેવા કરી.
આર્ય ધનગિરિ
આર્ય સિંહગિરિના બીજા પ્રમુખ શિષ્ય આર્ય ધનગિરિએ જુવાનીમાં અઢળક વૈભવ અને પોતાની પતિપરાયણ ગર્ભવતી પત્નીનો મોહ ત્યજી જે ઉત્કટ ત્યાગ-વૈરાગ્યનું અનુપમ ઉદાહરણ દાખવ્યું, એવું અન્યત્ર ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૨૪૪ ૭૭૭