Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જેમ રહેતા હતા. ઐહિક-સુખો પ્રત્યે એમના મનમાં લેશમાત્ર પણ ઝંખના ન હતી. તરુણવય ધારણ કરતા જ એમણે વિપુલ વૈભવ અને દરેક પ્રકારની પ્રચુર ભોગસામગ્રીને તિલાંજલિ આપી આચાર્ય સિંહગિરિની પાસે શ્રમણદીક્ષા અંગીકાર કરી લીધી.
એ જ તુંબવન ગામના રહેવાસી શ્રેષ્ઠી ધનના પુત્ર-ધનગિરિની સમિત સાથે પાકી ભાઈબંધી હતી. શ્રેષ્ઠી ધનપાલે પોતાના પુત્રના પ્રવ્રજિત થતા એના મિત્ર ધનગિરિની સન્મુખ પોતાની પુત્રી સુનંદાની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. યદ્યપિ ધનગિરિ ઐહિક-સુખો પ્રત્યે ઉદાસીન હતો. તથાપિ પોતાના મિત્રના પિતા દ્વારા અત્યાગ્રહ કરવાના લીધે આખરે એણે સુનંદા સાથે લગ્ન કર્યા. આર્ય સમિતિની બહેને વખત જતા એક મહાન પ્રતાપી અને પ્રભાવશાળી આચાર્ય વજને જન્મ આપ્યો.
આર્ય સમિતે દીક્ષિત થયા પછી ગુરુસેવામાં રહીને ઘણી તન્મયતાથી વિધિપૂર્વક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ મંત્રવિદ્યાના પણ નિષ્ણાત હતા. એ દિવસોમાં અચલપુરની નજીક કૃષ્ણા અને વેણા નદીઓથી ઘેરાયેલા એક આશ્રમમાં ૫૦૦ તાપસ વાસ કરતા હતા. એમના કુલપતિનું નામ દેવશર્મ હતું. બે નદીઓની વચ્ચે આવેલું હોવાના લીધે એ આશ્રમ બ્રહ્મદ્વિીપકના નામથી વિખ્યાત હતું. સંક્રાંતિ આદિ કેટલાક તહેવારો પ્રસંગે દેવશર્મ પોતાના મતની પ્રભાવના કરવાના ઉદ્દેશ્યથી પગ ઉપર એક વિશિષ્ટ પ્રકારનો લેપ લગાવી બધા તાપસો સાથે કૃષ્ણા નદીના પાણી ઉપર ચાલતા જઈને અચલપુર પહોંચતા. આ રીતનું ચમત્કારિક અદ્ભુત દૃશ્ય જોઈ ભલાભોળા અને ભાવુક લોકો ઘણા પ્રભાવિત થતા અને અશનપાનાદિથી એ તાપસોની ઘણી આગતા-સ્વાગતા કરતા. તાપસીના ભક્તગણ ઘણા ગર્વથી શ્રાવકો સામે પોતાના ગુરુના વખાણ કરતા એમને પૂછતા : “શું તમારા કોઈ ગુરુમાં આવું અદ્ભુત સામર્થ્ય છે ?” શ્રાવકોને મૌન જોઈ એ લોકો વધુ ને વધુ ઉત્સાહથી અભિમાન-ભર્યા સ્વરે કહેતાઃ “અમારા ગુરુની. તપસ્યાનો જે અદ્ભુત અને પ્રત્યક્ષ ચમત્કાર છે, એ જ રીતનો ચમત્કાર અને અતિશય, ન તમારા ધર્મમાં છે અને ન તમારા ગુરુઓમાં; પણ | ૨૪ર 0િ99999999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)|