Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આર્ય ખપુટ
આર્ય ખપૂંટનો યુગ (જમાનો) સંભવતઃ વિશેષ ઉત્કૃષ્ટ વિદ્યાઓનો યુગ રહ્યો છે. એક સમયે આર્ય ખપુટ ભૃગુકચ્છપુર ગયા. ત્યાં એમનો ભાણેજ ભુવન એમના ઉપદેશોથી પ્રભાવિત થઈ એમના શિષ્યરૂપે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયો. તેને બુદ્ધિશાળી સમજી આર્યએ કેટલીક વિદ્યાઓ શીખવી. સંજોગવશાત્ ભૃગુપુરમાં બૌદ્ધ ભિક્ષુઓએ રાજા બલમિત્રના સન્માનથી ઘમંડી બની જૈનશ્રમણોના ઉપાશ્રયોમાં ઘાસની પૂણીઓ નાંખીને એમને પશુવત્ જણાવી દ્વેષ પ્રગટાવવો શરૂ કર્યો. એનાથી ભુવન મુનિ ઘણા ગુસ્સે ભરાયા અને શ્રાવક સમુદાયને લઈને રાજા બલમિત્રની સભામાં ગયા. ત્યાં એમણે ઊંચા અવાજે કહ્યું : “હે રાજન્ ! તમારા ગુરુ જૈનશ્રમણોની નિંદા કરે છે, અમે એમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવી ગયા છીએ. તમે એમને એકવાર બોલાવી મારી સાથે શાસ્ત્રાર્થ કરાવી દો. જેનાથી બધા જ સાચી પરિસ્થિતિથી માહિતગાર થાય.''
મુનિના આહ્વાનથી રાજાએ બૌદ્ધભિક્ષુઓને બોલાવ્યા અને મુનિ ભુવન સાથે શાસ્ત્રાર્થ કરાવ્યો. બૌદ્ધભિક્ષુ ભુવનના કાપી ન શકાય એવી અકાટ્ય યુક્તિઓની સામે ચર્ચામાં હારી ગયા. મુનિ ભુવનના વિજયથી જૈનસંઘમાં ખુશીની લહેર ફરી વળી. પણ બૌદ્ધસંઘ આ અપમાનથી ઘણો દુ:ખી થયો. એમણે ગુડશસ્ત્રપુરથી બૌદ્ધાચાર્ય વુદ્ઘકર(વૃદ્ધકર)ને બોલાવ્યા અને ભુવન મુનિને એમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે કહ્યું. ભુવન મુનિએ વિદ્યાબળ અને તર્કશક્તિ વડે એને પણ હરાવી દીધો. આ અપમાનથી દુઃખી થઈ વૃદ્ધકર થોડાક જ દિવસોમાં કાળધર્મ પામી ગુડ઼શસ્ત્રપુરમાં યક્ષરૂપે ઉત્પન્ન થયો. પૂર્વજન્મના વેરને લીધે તે જૈનસંઘ અને શ્રમણોને ગભરાવવા અને વિવિધ યાતનાઓ-દુઃખો પહોંચાડીને સતાવવા લાગ્યો. સંઘે આર્ય ખપુટને ત્યાંની આખી પરિસ્થિતિનો ચિતાર આપી ગુડશસ્ત્રપુર પધારવાની વિનંતી કરી.
આર્ય ખપુટ ગચ્છના અન્ય સાધુઓની સાથે ભુવન મુનિને ત્યાં જ ભૃગુપુરમાં રહેવાનો આદેશ આપી પોતે ડશસ્ત્રપુર ગયા. જતી વખતે આર્ય ખપુટે એક કપર્દી (જંત્રી-પટ્ટ) ભુવન મુનિને આપીને એને સોંપીને એને સાવધાનીથી રાખવા અને ક્યારેય ન ખોલવાનો આદેશ આપ્યો. ૩૭ ૨૩૫
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)