Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
યુગઋધાનાચાર્ય આર્ય રેવતીમિત્ર
સ્કંદિલાચાર્ય પછી આર્ય રેવતીમિત્ર ચૌદમા યુગપ્રધાનાચાર્ય થયા. એમના કુળ, જન્મ, જન્મસ્થાન આદિનો પરિચય મળતો નથી. યુગપ્રધાન યંત્ર અને મેરુતુંગાચાર્ય વિરચિત વિચાર શ્રેણીમાં યુગપ્રધાનાચાર્યની ગૃહસ્થપર્યાય, સામાન્ય તિપર્યાય, યુગપ્રધાનપર્યાય અને પૂર્ણ આયુષ્યનું વિવરણ પ્રસ્તુત કરનારી ૯ ગાથાઓ અનુસાર આર્ય રેવતીમિત્રનો પરિચય આ પ્રમાણે છે :
વી. નિ. સં. ૩૫૨
વી. નિ. સં. ૩૬૬
: વી. નિ. સં. ૪૧૪
વી. નિ. સં. ૪૫૦
૧૪ વર્ષ
૪૮ વર્ષ
: ૩૬ વર્ષ ૫ મહિના ૫ દિવસ
૯૮ વર્ષ
આર્ય મંગુ તેમજ અન્ય આચાર્ય
આચાર્ય સમુદ્ર, જેમનો પહેલો પરિચય આપી દેવામાં આવ્યો છે, એમને રસોસ્વાદમાં એટલી બધી અનાસક્તિ હતી કે સરસ-નીરસ જે પણ આહાર એમને ભિક્ષામાં મળતો હતો, એને સ્વાદની અપેક્ષા વગર જ એકસાથે ભેગા કરી પ્રશાંતભાવે આરોગી લેતા હતા. એમને એ વાતનું હંમેશાં ધ્યાન રહેતું હતું કે રસોમાં આસક્તિને લીધે ક્યાંક આત્મા કર્મપાશમાં બંધાઈને ભારી ન બની જાય.
જન્મ
દીક્ષા
આચાર્યપદ
સ્વર્ગારોહણ
ગૃહસ્થપર્યાય સામાન્ય સાધુપર્યાય આચાર્યપર્યાય.
કુલ આયુષ્ય
:
:
::
:
:
એમની આ રીતની સ્વાદ-વિજય અને લાભ પ્રત્યેની અનાસક્તિને લીધે આચાર્ય દેવર્દ્રિએ ‘અશ્રુધ્મિય સમુદ્રગંભીર' આ પદથી એમની સ્તુતિ કરી છે. આર્ય મંગ્ આ જ આર્ય સમુદ્રના શિષ્ય હતા.
આચાર્ય સમુદ્રના સ્વર્ગવાસ પછી એમના શિષ્ય આર્ય મંગૂ વી. નિ. સં. ૪૫૪મા છત્રીસમા વાચનાચાર્ય બન્યા. તેઓ ઘણા જ્ઞાની, ધ્યાની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૩૭૧ ૨૩૦