Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
શાસ્ત્રોની રચના પ્રાકૃત જેવી સરળ ભાષામાં કરવામાં આવતા નહિ. એટલું જ નહિ એમનો મહામંત્ર પણ સાધારણ માણસોની ભાષાપ્રાકૃતમાં બોલવામાં આવે છે.” જાતિગત સંસ્કાર અને બાળપણથી સંસ્કૃતના અભ્યાસને લીધે સિદ્ધસેનને એમનું આ કથન ખરાબ લાગ્યું.
“નમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:' આ રીતના નમસ્કારમંત્રનો એમણે સંસ્કૃતમાં ઉચ્ચાર કરી વિદ્વત્સમાજને સંભળાવ્યો અને ઉપાશ્રમમાં આવી પોતાના ગુરુની સામે નમસ્કારમંત્રનું સંસ્કૃત રૂપાંતર સંભળાવતા જૈનશાસ્ત્રોને સંસ્કૃત ભાષામાં રચવાનો વિચાર પ્રસ્તુત કર્યો.
આથી સંઘે કહ્યું: “સિદ્ધસેન ! તમે વાણીના દોષથી પાપનું ઉપાર્જન કરી લીધું છે. તીર્થકર ભગવાન અને ગણધર સંસ્કૃતથી અનભિજ્ઞ ન હતા. આમ કરવાથી તીર્થકર-ગણધરોની અવગણના થાય છે. તમે અનાદિ શાશ્વત નમસ્કારમંત્રનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરી અપરાધ કર્યો છે. તમે એની શુદ્ધિ માટે દશમા પારાચિક પ્રાયશ્ચિત્તના ભાગીદાર થાઓ છો.”
આ સાંભળી સિદ્ધસેને સંઘ અને ગુરુની સાક્ષીમાં ૧૨ વર્ષ સુધી મુહપત્તી-મુખવસ્ત્રિકા રજોહરણરૂપ સાધુવેશને ગુપ્ત રાખી શાસનની સેવા કરવાનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું. તેઓ ગુપ્ત રૂપે શાસનની સેવામાં તલ્લીન થઈ ગયા અને અનેક રાજાઓને પ્રતિબોધ આપતા રહીને સાતમા વર્ષ પછી ઉર્જન ગયા. કહેવામાં આવે છે કે અવધૂત વેશમાં તેઓ મહાકાલેશ્વરના મંદિરમાં જઈ, શિવલિંગની તરફ પગ પસારીને સૂઈ ગયા. પ્રાતઃકાળે જ્યારે પૂજારીએ એમને શિવલિંગની તરફ પગ રાખેલા જોઈ એમને ત્યાંથી ખસી જવા માટે ઘણું કહ્યું - સંભળાવ્યું, પણ એમના બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. અંતે એમણે રાજાને ટહેલ નાંખી. રાજાએ ગુસ્સે ભરાઈ એમના સેવકોને આદેશ આપ્યો કે - “તેઓ તત્કાળ એ યોગીને ચાબુક વડે ફટકારી ત્યાંથી ખદેડી દે.' રાજપુરુષોએ ત્યાં જઈ એ યોગીને ઘણા સમજાવ્યા, ડરાવ્યા, ધમકાવ્યા અને આમ કરતાં પણ એના ના ખસવાથી એને ચાબુક મારવાનું શરૂ કર્યું. બધા લોકો આ જોઈ આશ્ચર્ય પામ્યા કે એ યોગીના શરીર ઉપર એક પણ ચાબુક વાગી નહિ. આ જોઈ રાજસેવકો અવાક રહી ગયા. એમણે રાજાને જાણ કરી. આ અદ્ભુત ઘટનાથી આશ્ચર્યચકિત થઈ રાજા વિક્રમાદિત્ય સ્વયં તરત જ મહાકાલના મંદિરમાં ગયા અને યોગીને કહેવા લાગ્યા : “મહાત્મન્ ! તમને આ રીતે જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696969] ૨૩૩]