Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
શિવલિંગ તરફ પગ રાખીને સૂવું શોભા નથી આપતું. તમારે તો જગતવંદ્ય શિવને પ્રણામ કરવા જોઈએ.”
યોગીએ કહ્યું: “રાજનું! તમારા આ દેવશિવલિંગ મારા નમસ્કાર સહન કરી શકશે નહિ.” રાજા વડે વારંવાર આગ્રહ કરાતા સિદ્ધસેને મહાદેવના સાચા સ્વરૂપની સ્તુતિ આરંભી. સિદ્ધસેન માત્ર થોડાક જ શ્લોકો સ્તુતિ માટે ઉચ્ચારી શક્યા હતા કે અભુત તેજ સાથે ત્યાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ.
રાજા વિક્રમાદિત્ય અચિંત્ય આત્મશક્તિના અનેક ચમત્કારોને જોઈ સિદ્ધસેનના પરમ ભક્ત બની ગયા. આ રીતે સિદ્ધસેને ૭ વર્ષોમાં ૧૮ રાજાઓને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા. કહેવામાં આવે છે કે પ્રાયશ્ચિત્ત, કાળના ૫ વર્ષ બાકી રહેવા છતાં પણ શ્રીસંઘે સિદ્ધસેનનાં અત્યંત પ્રભાવશાળી કાર્યોથી પ્રસન્ન થઈ એમના પ્રાયશ્ચિત્તના બાકીના કાળને ક્ષમા કરી દીધા. મહારાજ વિક્રમાદિત્ય અને એમનાં ધર્મકૃત્યો પર આચાર્ય સિદ્ધસેનનો ગાઢ પ્રભાવ માનવામાં આવે છે. સિદ્ધસેનના પ્રભાવથી જ મહારાજ વિક્રમાદિત્યએ જૈનધર્માનુયાયી બનીને અનેક પરોપકારનાં કાર્યો કર્યા
આચાર્ય સિદ્ધસેન ઉદ્ભટ વિદ્વાન, મહાપ્રભાવક, મધુર વક્તા, કુશળ સંઘ-સંચાલક અને ઉત્તમ કોટિના સાહિત્યકાર હતા. એમની બહુમુખી પ્રતિભાની સાબિતી આપતું એમનું વિશાળ સાહિત્ય આજે પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. તેઓને ન્યાયાવતાર, સન્મતિતર્ક, બત્રીસ કાત્રિશિકાઓ, નયાવતાર, કલ્યાણમંદિર સ્તોત્ર અને આચારાંગ ઉપર ગંધહસ્તીના વિવરણની ટીકા આદિ પ્રમુખ ગ્રંથોના રચયિતા માનવામાં આવ્યા છે.
પ્રભાવક ચરિત્ર, પ્રબંધકોશ વગેરેના ઉલ્લેખોથી એમનો કાળ વિક્રમની પહેલી સદી જ પ્રમાણભૂત થાય છે. એમના પિતાનું નામ દેવર્ષિ અને માતાનું નામ દેવશ્રી હતું. જન્મથી કાત્યાયન બ્રાહ્મણ હતા. કહેવામાં આવે છે કે દીક્ષિત થતા પહેલાં તેઓ પાંડિત્યના ઘમંડથી પેટ ઉપર લોખંડનો પટ્ટો, એક હાથમાં કોદાળી અને બીજા હાથમાં નિસરણી રાખીને ચાલતા હતા.
ઘટનાચક્રના ચિત્રણ ઉપર નિષ્પક્ષ તટસ્થ રીતે વિચાર કરતા એવો આભાસ થાય છે કે ગ્રંથકારો વડે અનેક જગ્યાએ સાહિત્યિક અલંકારના રૂપે અતિશયોક્તિ સાથે પણ કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. | ૨૩૪ 3636969696969696999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)