Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રાજાએ પણ એવો જ વિચાર કર્યો કે - “આ દ્રવ્ય મુનિના નિમિત્તે આપી દેવામાં આવ્યું છે, માટે એનો ફરી સ્વીકાર કરી શકાતો નથી અને આમ આ રાશિને જનકલ્યાણનાં શુભકાર્યોમાં ખર્ચ કરવામાં આવી.”
આચાર્ય સિદ્ધસેન દિવાકરની વિદ્વત્તા અને એમના ચમત્કારોને વિષયમાં ઘણી બધી જનશ્રુતિઓ - લોકવાયકાઓ જાણીતી છે. એમાંની એકમાં કહેવામાં આવ્યું છે કે - “ચિત્રકૂટના માનસ્તંભ પાસેથી સિદ્ધસેને મંત્ર-વિદ્યાનો એક પત્ર મેળવ્યો. જેમાં બે વિદ્યાઓ હતી. પહેલી હેમ- સિદ્ધિ વિદ્યાથી જોઈએ એટલું ઈચ્છા પ્રમાણેનું સ્વર્ણ તૈયાર કરી શકાતું હતું અને બીજી “સર્સપ-વિદ્યા વડે રાયના દાણાની જેમ અગણિત સૈનિકો ઉત્પન્ન કરી શકાતા હતા.” ઉપરની બંને વિદ્યાઓ લઈ આચાર્ય સિદ્ધસેન કુર્માડપુર ગયા અને ત્યાંના રાજા દેવપાલને પોતાની વિદ્યાના જોરે વિજયવર્મા સાથેના યુદ્ધમાં વિજયી કર્યો. કૃતજ્ઞતાવશ રાજા દેવપાલ સિદ્ધસેનનો પરમ ભક્ત બની ગયો અને એમને શ્રેષ્ઠ કોટિનું સન્માન અને “દિવાકર” પદ વડે વિભૂષિત કરી દરરોજ વંદન કરવા જતો. રાજભકિતથી પ્રભાવિત થઈ આચાર્ય સિદ્ધસેન પણ પાલખીમાં બેસી રાજાને દર્શન આપવા જવા લાગ્યા.
રાગોના અતિરેકથી માનવમન સહજ જ પ્રભાવિત થઈ જાય છે. આચાર્ય સિદ્ધસેન પણ એમાં અપવાદરૂપ રહ્યા નહિ. રાજા અને પુરમાન્ય ભક્તજનોની ભક્તિથી તેઓ સંયમસાધનામાં થોડા શિથિલ થઈ ગયા, પ્રમાદી થઈ ગયા. આરામ અને આળસમાં જ એમનો મોટા ભાગનો સમય વહી જવા લાગ્યો. તેઓ એમના શ્રમણવર્ગને પણ સાધનાની પ્રેરણા આપી શકતા નહિ. પ્રબંધકોષકારે' લખ્યું છે - જ્યાં ગુરુ નચિંત થઈ સૂતેલા રહેતા હોય, ત્યાં શિષ્યવર્ગ પણ પાછળ શા માટે રહે ! એમના શિષ્યો પણ ખાઈપીને આરામથી રાત-દિવસ સૂતેલા જ રહેતા હતા; અને આમ ઊંઘ અને મોક્ષની હરીફાઈમાં ઊંઘ આગળ અને મોક્ષ પાછળ રહી જાય છે. આ વૃદ્ધવાદીએ જ્યારે સિદ્ધસેનની કીર્તિની સાથે-સાથે ઉપરોકત શિથિલાચારના સમાચાર જાણ્યા, તો એમને ખેદ થયો અને તેઓ સિદ્ધસેનને પ્રતિબોધ આપવા માટે યોગ્ય સાધુઓને ગચ્છની જવાબદારી સોંપી એકલા જ કૂર્મારપુર તરફ ગયા. ત્યાં જઈને તેઓ પાલખી ઊંચકનારાઓ સાથે જોડાઈ ગયા અને સિદ્ધસેનને પાલખીમાં બેસાડી ચાલવા લાગ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2909999999 ૨૩૧]