Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
" (આર્ય બલિસહ અને અન્ય આચાર્ય) વિ. નિ. સં. ૨૪પમાં આર્ય મહાગિરિના સ્વર્ગારોહણ પછી એમના ૮ પ્રમુખ સ્થવિરોમાંથી બલિસ્સહ ગણાચાર્ય બન્યા. એમના ગણનું નામ “ઉત્તર બલિસ્સહ રાખવામાં આવ્યું.
આચાર્ય બલિસ્સહના જન્મ, દીક્ષા, માતા-પિતા વગેરેનો પરિચય ઉપલબ્ધ નથી થતો. તેઓ કૌશિક-ગૌત્રીય બ્રાહ્મણ હતા. આર્ય મહાગિરિની પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી એમણે દશપૂર્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આર્ય મહાગિરિની જેમ જ બલિસ્સહ આચાર-સાધનામાં પણ વિશેષ નિષ્ઠાવાન હતા. આ જ કારણે આર્ય મહાગિરિ પછી તેઓ આ પરંપરામાં પ્રમુખ ગણાચાર્ય મનાયા.
આર્ય સુહસ્તીએ સંઘની એકતા કાયમ રાખવા માટે ગણાચાર્ય સિવાય વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્યની નવી પરંપરા પ્રચલિત કરી, અને તે પ્રમાણે એમણે બંને પરંપરાઓમાં સામંજસ્ય - તાલમેળ અને સહયોગ બનાવી રાખવાની દૃષ્ટિએ આગમના વિશિષ્ટ જ્ઞાતા બલિસ્સહને સંપૂર્ણ સંઘના વાચનાચાર્ય નિયુક્ત કર્યા.
આર્ય બલિરૂપે સંપૂર્ણ સંઘમાં આગમજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતા રહીને જિનશાસનની પ્રશંસાપાત્ર સેવા કરી અને પોતાના સમયમાં થયેલ શ્રમણસંઘની વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વેના પાઠોને વ્યવસ્થિત કરવામાં પણ પોતાનો પૂર્ણ યોગદાન આપ્યો.
બલિસ્યહે વાચનાના પ્રસંગ ઉપર વિદ્યાનુવાદ પૂર્વથી અંગ-વિદ્યા જેવા શાસ્ત્રની રચના કરી. એમના શિષ્યોથી ઉત્તર બલિસ્સહ ગણની ચાર શાખાઓ પ્રગટી - ૧. કોલંબિયા, ૨. સોતિરિયા, ૩. કોઠંબાણી અને ૪. ચંદનાગરી.
આ રીતે આર્ય બલિસ્સહ, મહાગિરિ પરંપરાના ગણાચાર્ય અને સમસ્ત સંઘના વાચનાચાર્ય - આ બંને પદોને દીર્ઘકાળ સુધી શોભાવતા રહ્યા. એમનો આચાર્યકાળ અનુમાને વી. નિ. સં. ૨૪૫ થી ૩૨૯ સુધીનો માનવામાં આવે છે. ૨૧૨ 999999999999જન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)