Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
| આચાર્ય વૃદ્ધવાદી અને સિદ્ધસેન ] વિક્રમની પહેલી સદીના આચાર્યોમાં વૃદ્ધવાદીનું એક ખાસ સ્થાન છે. તેઓ સિદ્ધસેનના ગુરુ અને અત્યંત પ્રભાવશાળી, દઢ સંકલ્પવાન તેમજ સમયજ્ઞ સંત હતા. ગૌડદેશના કૌશલ ગામમાં એમનો જન્મ થયો. તેઓનું જન્મ-સમયનું નામ મુકુંદ હતું. વિદ્યાધર વંશના આચાર્ય સ્કંદિલસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી મુકુંદે એમની પાસે શ્રમણદીક્ષા અંગીકાર કરી. જૈફવયે દીક્ષિત થવા છતાં પણ તેઓ જ્ઞાનાધ્યયનના ઘણા રસિયા હતા. તેઓ જ્ઞાનની પિપાસા ધરાવી દિવસ-રાત ઘણી લગનીથી વિદ્યાભ્યાસ કરતા. ઉચ્ચ સ્વરે અભ્યાસ કરતા રહેવાના લીધે અન્ય સાધુઓને અડચણ આવવા લાગી, તેથી એમણે એમને સવારે જલદી ઊઠી પઠન કરવાની મનાઈ કરી. બીજા સાધુઓના વખતોવખત આ રીતે અભ્યાસ કરવાની ના પાડવા છતાં પણ જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર ધૂનના લીધે એમનાથી રહેવાયું નહિ.
એક દિવસ કોઈ એક સાધુએ એમને કહી દીધું: આટલા ઊંચા અવાજે વાંચીને શું તું સાંબેલા પર ફૂલ ઉગાડવા માંગે છે ?” - મુકુંદ મુનિના મનમાં આ વાત કાંટાની જેમ વાગી અને એમણે ગુરુકૃપાથી સરસ્વતી મંત્ર મેળવી ૨૧ દિવસ સુધી અવિરત આચાર્લી વત સાથે એમની સાધના કરી. મંત્રસિદ્ધિના ફળસ્વરૂપે સરસ્વતી પ્રસન્ન થઈ બોલી: “સર્વવિધા-સિદ્ધો ભવ.” :
આમ દૈવી પ્રભાવથી કવીન્દ્ર થઈ મુનિ મુકુંદ ગુરુ પાદપંકજમાં ઉપસ્થિત થયા અને ઊંચા સ્વરે સંઘની સમક્ષ બોલ્યા : “જેઓ મારી એમ કહી મજાક ઉડાવે છે કે - “શું વૃદ્ધાવસ્થામાં આ સાંબેલા પર ફૂલ ઉગાડશે?” તેઓ બધા જુએ કે આજે હું વસ્તુતઃ સાંબેલાને પુષ્પિત કરી દઉં છું.” - એમ કહી મુકુંદમુનિએ મેદાનમાં ઊભા થઈ પોતાની વિદ્યાના જોરે બધાના જોત-જોતામાં અભિમંત્રિત જળ વડે સીંચીને સાંબેલાને ફૂલોથી પલ્લવિત કરી દીધું, અને એમ સાબિત કરી દીધું કે - દઢ સંકલ્પવાળા મનુષ્ય માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી.”
વૃદ્ધ મુનિ મુકુંદની અવર્ણનીય વિદ્વત્તાને લીધે કોઈ પણ પ્રતિવાદી એમની સામે ટકી શકતો ન હતો, માટે વૃદ્ધવાદીના નામથી એમની કીર્તિ ચારેય તરફ પ્રસરી ગઈ. ૨૨૮ 999999999£900 જન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)