Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આ સાંભળી આર્ય સાગર ઘણા ખુશ થયા અને એમના શિષ્યોને કહેવા લાગ્યા : “મારા શ્રદ્ધેય દાદાગુરુ આવી રહ્યા છે. એમને હું કેટલીક જાણવાયોગ્ય જ્ઞાતવ્ય વાતો પૂછીશ.”
સાગર એમના અનેક શિષ્યોને સાથે લઈને એ યુગના મહાન આચાર્ય પોતાના દાદાગુરુ આર્ય કાલકના આદરસત્કાર માટે સામેથી ગયા. આવેલા શિષ્ય-સમૂહે પૂછ્યું: “શું અહીં આચાર્ય આવ્યા છે?” એમણે ઉત્તર આપ્યો : “નહિ, એક અન્ય ખંત તો આવેલા છે.”
ઉપાશ્રયમાં જઈને ઉર્જનથી આવેલા સાધુ-સમૂહે જ્યારે ભાવવિભોર થઈ અસીમ શ્રદ્ધાથી આચાર્યનાં ચરણોમાં વંદન કર્યા, ત્યારે આર્ય સાગરને ખબર પડી કે આ ખંત એમના દાદાગુરુ આચાર્ય આર્ય કાલક છે. તેઓ શરમના માર્યા નીચું જોઈ ગયા. તેઓ પશ્ચાત્તાપ કરતા કહેવા લાગ્યા : “અહો! હું ઘણું બોલ્યો! પ્રલાપ કર્યો અને ક્ષમાશ્રમણથી નમન પણ કરાવ્યું.” ત્યાર બાદ અશાતનાની શુદ્ધિ માટે આર્ય સાગરે અપરાદ્ધમાં મિથ્યાદુષ્કર્મ કર્યું અને આચાર્યનાં ચરણોમાં શીષ ઝુકાવી વિનમ્રભાવે પૂછ્યું: “ક્ષમાશ્રમણ હું કેવો અનુયોગ કરું છું?” - આચાર્યે કહ્યું: સારુ છે, પણ ક્યારેય ભૂલથી પણ ગર્વ ન કરીશ.” આર્ય કાલકે મુઠ્ઠીમાં ધૂળ લઈને એક જગ્યાએ મૂકી. એને ફરી ઊંચકી-ઊંચકીને વારાફરતી ત્રણેય જગ્યાઓ પર મૂકી અને સમાજને દેખાડ્યું કે જે રીતે આ ધૂળનું પ્રમાણ માપ એક જગ્યાએ નાંખ્યા - મૂક્યા પછી ત્યાંથી બીજી, ત્રીજી વગેરે જગ્યાઓએ મૂકવા અને ઊંચકવાથી નિરંતર ઓછી થતી જાય છે, એ જ રીતે અર્થ પણ તીર્થકરોથી ગણધરોને, ગણધરોથી આપણા પૂર્વવર્તી અનેક આચાર્યઉપાધ્યાયોને પરંપરાથી મળ્યો છે. આ રીતે એક સ્થળેથી બીજા સ્થળે આવતા-આવતા આ અર્થના કેટલાયે પર્યાય નીકળી ગયા છે, છૂટી ગયા છે, વિલીન થઈ ગયા છે, એની કલ્પના સુધ્ધાં કરવી મુશ્કેલ છે. અતઃ જ્ઞાનના સંબંધમાં ક્યારેય ગર્વ-ઘમંડ કરવો ઉચિત નથી.” આમ આચાર્ય કાલકે એમના પ્રશિષ્ય સાગરને પ્રતિબુદ્ધ કર્યા. (પ્રશિષ્ય એટલે શિષ્યનો શિષ્ય) એક માન્યતા અનુસાર દ્વિતીય કાલકાચાર્યની પરંપરામાંથી શાંડિલ્ય ગચ્છ નીકળ્યો. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 999999999999 ૨૨૦ |