Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આમ શય્યાતરને જણાવી રાતના સમયે શિષ્યોના જાગવા પહેલાં જ કાલકાચાર્ય સ્વર્ણભૂમિ તરફ પ્રયાણ કરી ગયા અને સ્વર્ણભૂમિમાં જઈ સાગરના ગચ્છમાં સામેલ થઈ ગયા. આર્ય સાગરે પણ - “આ કોઈ ખંત છે' એમ સમજી ઉપેક્ષાથી અત્થાનાદિ કર્યું નહિ.
અર્થ-પૌરુષીના સમયે તત્ત્વોનું વ્યાખ્યાન આપતી વખતે નવા આવેલા આગંતુક વૃદ્ધ સાધુ(કાલકાચાય)ને પૂછ્યું: “ખંત ! શું તમે આ બધું સમજો છો ?”
આચાર્યએ જવાબ આપ્યો : “હા.”
સાગરે ગર્વભર્યા સ્વરમાં તો પછી સાંભળો એમ કહીને અનુયોગ શરૂ કર્યો.
આ તરફ ઉજ્જૈનમાં રહેલા શિષ્યોએ જ્યારે આચાર્યને ન જોયા અને બધી બાજુ શોધી વળવા છતાં પણ એમનો પત્તો ન લાગતા શય્યાતરને પૂછ્યું.
શય્યાતરે કહ્યું: “જ્યારે તમારા આચાર્યએ તમને લોકોને પણ નથી જણાવ્યું તો પછી મને કેવી રીતે જણાવતા.” પોતાના આચાર્યની આ રીતની અચાનક ગેરહાજરીથી ચિંતાતુર થયેલા શિષ્યોએ વારંવાર અતિ આગ્રહથી પૂછ્યું તો શય્યાતરે કહ્યું : “આગમોના અધ્યયનમાં તમારા લોકોની મંદ-પ્રવૃત્તિને જોઈને આચાર્ય ઘણા દુઃખી થયા છે. માટે તેઓ આર્ય સાગર પાસે સ્વર્ણભૂમિમાં જતા રહ્યા છે.” આમ કહી શય્યાતરે અધ્યયન પ્રત્યે ઘોર ઉપેક્ષા માટે એ શિષ્યોની કડવા શબ્દોમાં ટીકા કરી. (ઝાટકણી કાઢી).
એનાથી શરમિંદા થઈ શિષ્યો પણ એ જ સમયે સ્વર્ણભૂમિ તરફ નીકળી પડ્યા. રસ્તામાં જ્યારે લોકો પૂછતા કે - “આ કોણ આચાર્ય જઈ રહ્યા છે?” તો તેઓ જવાબ આપતા “આચાર્ય કાલકા” આ રીતે આ સૂચના વાયુવેગે સ્વર્ણભૂમિમાં સર્વત્ર ફેલાઈ ગઈ અને લોકોએ સાગરને કહ્યું: “બહુશ્રુત અને બહોળા પરિવારવાળા આચાર્ય કાલક અહીં પધારી રહ્યા છે.” ૨૨૬ 9િ696969696969696969ણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)