Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પુષ્યમિત્રએ કરેલા અશ્વમેધ યજ્ઞની સાથે જ દેશમાં યજ્ઞોની એક લહેર પ્રસરી ગઈ. દેશનાં વિભિન્ન ક્ષેત્રોમાં નાના-મોટા અનેક યજ્ઞ થવા લાગ્યા. આ જ કારણે શુંગોના રાજ્યકાળમાં યત્ર-તત્ર-સર્વત્ર અનેક યજ્ઞ કરવામાં આવ્યાના શિલાલેખ જોવા મળે છે. - આર્ય બલિસ્સહના વાચનાચાર્યકાળમાં શુંગોને શાસનકાળ વિ. નિ. સં. ૩૨૩માં શરૂ થયો. વિ. નિ. સં. ૩૫૩માં પુષ્યમિત્ર શુંગના નિધન પછી એનો પુત્ર અગ્નિમિત્ર શુંગ મગધની રાજગાદી પર બેઠો. આ વંશના અન્ય રાજાઓ અને એમના રાજ્યકાળનો જૈન સાહિત્યમાં વિશેષ પરિચય મળતો નથી. પુરાણ ગ્રંથોમાં શુંગવંશના રાજાઓ અને એમના રાજ્યકાળના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે : (૧) પુષ્યમિત્ર ૩૬ વર્ષ (૬) પુલિંદક ૦૩ વર્ષ (૨) અગ્નિમિત્ર ૦૮ વર્ષ (૭) ઘોષ ૦૩ વર્ષ (૩) વસુયેષ્ઠ ૦૭ વર્ષ (૮) વજમિત્ર ૦૧ વર્ષ (૪) વસુમિત્ર ૧૦ વર્ષ (૯) ભાગવત ૩૨ વર્ષ (૫) ભદ ૦૨ વર્ષ (૧૦) દેવભૂતિ ૧૦ વર્ષ
શુંગવંશી રાજાઓના રાજ્યકાળ ઉપર ધ્યાનપૂર્વક નજર નાંખતા એવું માલુમ પડે છે. કે - “આ વંશના ૯મા રાજા ભાગવત સિવાય બીજા કોઈ પણ રાજાનું રાજ્ય સુદૃઢ અને શાંતિપૂર્વક રહ્યું ન હતું. પમાંથી લઈ ૮માં સુધીને ચાર શુંગવંશી રાજાઓનો રાજ્યકાળ તો એક પ્રકારે નગણ્ય જ રહ્યો.'
આ વંશના શાસનકાળમાં ધાર્મિક અસહિષ્ણુતા એની ચરમતાએ આવી પહોંચી હતી. પુષ્યમિત્ર વડે બૌદ્ધ ભિક્ષુઓનો થયેલો નરસંહાર એનું પ્રમાણ છે. . (ગણાચાર્ય આર્ય ઇન્દ્રદિm)
આર્ય સુહસ્તિીની પરંપરામાં આર્ય સુસ્થિત-સુપ્રતિબુદ્ધના સ્વર્ગારોહણ પછી વિ. નિ. સં. ૩૩૯માં કૌશિક-ગોત્રીય આર્ય ઈન્દ્રદિન્ન ગણાચાર્ય નિયુક્ત કરવામાં આવ્યા. એમના સંબંધમાં આના સિવાય બીજી કોઈ જાણકારી મળતી નથી. એમના ગણાચાર્યકાળમાં એમના ગુરુભાઈ આર્ય પ્રિયગ્રંથ ઘણા જ મંત્રવાદી પ્રભાવક શ્રમણ બતાવવામાં આવ્યા છે. આર્ય ઇન્દ્રદિન પછી આર્ય દિન્ન ગણાચાર્ય થયા. તે ગૌતમ-ગોત્રીય બ્રાહ્મણ હતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) છ99999999990 ૨૧૯ ]