Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
માટે સૈનિક અભિયાન ચલાવનારા રાજાઓના તો ઘણા બધા દાખલા મળી જશે, પણ બીજા રાજ્યના શક્તિશાળી રાજાએ ગુજારેલા અત્યાચારોથી ત્રાહિમામ્ પોકારેલી સ્વધર્મી પ્રજાના હિત માટે યુદ્ધનું જોખમ ઉઠાવનારા તો કોક વિરલા જ હોય છે, જેનું તેઓ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મહારાજ ખારવેલે ન માત્ર જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિના વિકાસમાં પોતાનો સિંહફાળો આપ્યો, જેનાથી કલિંગની કીર્તિ ચરમસીમાએ પહોંચી; પરંતુ એમણે મગધ રાજ્યની જૈન પ્રજા અને નિગ્રંથ શ્રમણો ઉપર પશુતુલ્ય અત્યાચાર કરનારા મગધપતિ પુષ્યમિત્ર શૃંગ ઉપર બે વાર આક્રમણ કરી એને દંડિત કરી હરાવ્યો. શિલાલેખના આધારે કેટલાક વિદ્વાન કલિંગપતિ ખારવેલને ચેદીવંશનો તો કેટલાક વિદ્વાન ચેત્રવંશનો માને છે.
“હિમવંત સ્થવિરાવલી'માં ખારવેલને ચેટકવંશી જણાવી લખેલું છે કે - “ણિકની સાથે યુદ્ધમાં ચેટકની હાર અને ચેટકના સ્વર્ગગમન પછી એમનો શોભનરાય નામનો પુત્ર એના શ્વસુર કલિંગપતિ સુલોચનની પાસે જતો રહ્યો. સુલોચનનો કોઈ પુત્ર ન હોવાને લીધે, એણે એના જમાઈ શોભનરાયને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કર્યો. સુલોચનના અવસાન પછી શોભનરાય કલિંગના સિંહાસન ઉપર બેઠો, ચેટકનો પુત્ર શોભનરાયની દસમી પેઢીમાં ખારવેલ થયો.”
અંગશાસ્ત્રોના ઉદ્ધારના વિષયમાં કુમારગિરિ ઉપર ખારવેલ વડે . આયોજિત ચતુર્વિધ સંઘના સંમેલનમાં આર્ય બલિસ્સહ આદિ જિનકલ્પીઓ સમાન ૨૦૦ શ્રમણો, આર્ય સુસ્થિત આદિ ૩૦૦ સ્થવિરકલ્પી સાધુઓ, આર્યા પોયણી આદિ ૩૦૦ શ્રમણીઓ, ભિક્ષુરાજ, સવંદ, ચૂર્ણક, સેલક વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણમિત્રા (ખારવેલીની મહારાણી) આદિ ૭૦૦ શ્રાવિકાઓએ ભાગ લીધો. ભિખુરાયની વિનંતીથી એ સ્થવિર શ્રમણો અને શ્રમણીઓએ અવશિષ્ટ જિનપ્રવચનને સર્વસંમત રૂપમાં ભોજપત્ર, તાડપત્ર, વલ્કલ વગેરે ઉપર લખ્યા અને એ રીતે તેઓ સુધર્મા દ્વારા રચેલા દ્વાદશાંગીના રક્ષણહાર બન્યા.
બૌદ્ધો અને જૈનો પર અત્યાચાર ગુજારનાર પુષ્યમિત્ર પર ખારવેલે પોતાના રાજ્યકાળના આઠમા વર્ષમાં (વી. નિ. સ. ૩૨૪માં) પહેલા ચઢાઈ કરી તથા રાજ્યકાળના ૧૨મા વર્ષમાં (વી. નિ. સં. ૩૨૮માં) બીજી વાર પુષ્યમિત્રને પરાજિત કર્યો. એનાથી એવું સાબિત થાય છે કે ખારવેલ વી. નિ. સં. ૩૧૬માં કલિંગના રાજસિંહાસન પર બેઠા. - તત્કાલીન ઐતિહાસિક ઘટનાઓથી એવું સિદ્ધ થાય છે કે ખારવેલનો જન્મ વી. નિ. સં. ર૯૨માં, યુવરાજપદ ૩૦૭માં અને | ૨૧૬ ઉ6969696969696969690 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)