Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કુમારગિરિ પર્વત ઉપર કલિંગપતિ મહામેઘવાહન ખારવેલ વડે આગમવાચના માટે જે ચતુર્વિધસંઘ એકઠો કરવામાં આવ્યો હતો, એમાં એ બંને આચાર્યો પણ હાજર હતા. આર્ય સુસ્થિત અને સુપ્રતિબુદ્ધના ૫ શિષ્યો હતા : (૧) ગણાચાર્ય આર્ય ઇન્દ્રદિશ, (૨) મંત્રવાદી આર્ય પ્રિયગ્રંથ, (૩) આર્ય વિદ્યાધર ગોપાલ, (૪) આર્ય ઋષિદત્ત અને (૫) આર્ય અર્હદુત.
સુપ્રતિબુદ્ધનો નામોલ્લેખ સિવાય બીજો કોઈ પરિચય નથી મળતો. બલિસ્સહકાલીન રાજવંશ
આર્ય મહાગિરિના સ્વર્ગવાસ પછી આર્ય બલિસ્સહ વીં. નિ. સં. ૨૪૫માં આર્ય મહાગિરિના ગણના ગણાચાર્ય બન્યા. એના પછી તેઓ સંઘના વાચનાચાર્ય બન્યા. પણ આ રીતનો ઉલ્લેખ ક્યાંયે નથી મળતો કે આર્ય બલિસ્સહનો આચાર્યકાળ ક્યાં સુધી રહ્યો. આ વિષયમાં બલિસ્સહ વિષયક જે-જે ઉલ્લેખ વિભિન્ન પુસ્તકોમાં ઉપલબ્ધ છે, એના આધારે જ અનુમાનનો આશરો લેવો પડશે.
હિમવંત-સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે કલિંગપતિ મહામેઘવાહન ભિક્ષુરાયે પૂર્વજ્ઞાન અને એકાદશાંગીના પુનરુત્થાન માટે કુમારગિરિ ઉપર ચતુર્વિધસંઘોને એકત્રિત કર્યા હતા, જેમાં આર્ય બલિસ્સહ પણ હાજર હતા. આ એક ઐતિહાસિક તથ્ય છે કે વી. નિ. સં. ૩૨૩માં મૌર્યવંશના અંતિમ રાજા બૃહદ્રથને મારીને એના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ મગધના સિંહાસન પર બેસી ગયો. પુષ્યમિત્રના અત્યાચારોથી ત્રાસી જઈને મગધની જૈન ધર્મનિષ્ઠ જનતાની પોકાર સાંભળી, ભિક્ષુરાયે મગધ ઉપર આક્રમણ કરી. પુષ્યમિત્રને બે વાર હરાવ્યો. ત્યાર પછી ભિન્નુરાયે કુમારિગિર ઉપર આગમોના ઉદ્ધાર માટે શ્રમણ, શ્રમણીઓ, શ્રાવક અને શ્રાવિકાઓને ભેગાં કર્યાં અને અંગશાસ્ત્રો તથા પૂર્વજ્ઞાનનું સંકલન, સંગ્રહ અથવા પુનરોદ્ધાર કરાવ્યો.
અંગશાસ્ત્રોના સંકલન, સંગ્રહ અથવા સંરક્ષણ માટે ખારવેલ દ્વારા કરવામાં આવેલા ઉપરોક્ત સંઘ સંમેલનનો સમય વી. નિ. સં. ૩૨૩ ના પછીનો ૩૨૭ થી ૩૨૯ ની વચ્ચેનો રહેલો છે. કારણ કે વી. નિ. સં. ના પછી ૬૦ વર્ષ સુધી પાલકનું ત્યાર બાદ ૧૫૫ વર્ષ સુધી નંદવંશનું પછી ૧૦૮ વર્ષ સુધી મૌર્યવંશનું રાજ્ય રહ્યું. આ રીતે વી. નિ. સં. ૩૨૩માં પુષ્યમિત્ર પાટલિપુત્રના સિંહાસન પર આસીન થયો.
૨૧૪ ૭૭
200 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)