Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં રાજકુમારો માટે ઉત્તમ પ્રકારના સૈનિક પ્રશિક્ષણની યોગ્ય ઉચિત વ્યવસ્થા હતી. જેમાં સિદ્ધાંત અને વ્યવહારની સાથે-સાથે ધનુષવિદ્યા, હાથીવિદ્યા અને હથિયારો સંબંધી વિદ્યાઓ પણ શીખવવામાં આવતી હતી. એ વિશ્વવિદ્યાલય સિવાય પણ ત્યાં એક શિક્ષાશાસ્ત્રી દ્વારા સ્વતંત્ર રૂપે પણ રાજકુમારને સૈનિક પ્રશિક્ષણ આપવામાં આવતું હતું.
જેવો એ પ્રતિભાશાળી બાળક ચંદ્રગુપ્તને મળ્યો કે એણે તરત જ એને તક્ષશિલા પહોંચાડી દીધો અને ત્યાં એના અભ્યાસ (શિક્ષા) માટેની જરૂરી વ્યવસ્થા કરી દીધી.
જેમ આગળ જણાવવામાં આવ્યું છે કે સિકંદરે એક મોટી વિશાળ સેનાની સાથે યુનાનથી લઈને ભારતની પશ્ચિમોત્તર હદ સુધીના દેશોને ફત્તેહ કર્યા પછી ઈ.સ. પૂર્વે ૩૨૭માં ભારત પર આક્રમણ કર્યું. સિકંદરની બળવાન વિશાળ સેનાની સામે ભારતની પશ્ચિમોત્તર હદનાં નાનાં-નાનાં રાજ્યો તથા ગણરાજ્યોની સેના અથાગ સંઘર્ષ કરવા છતાં પણ હારતી ગઈ. આ દારુણ દશાને જોઈને દેશના આબાલ-વૃદ્ધ દરેકના અંતર્મનમાં પેદા થયેલા ક્ષોભ (ગ્લાનિ) એ પ્રત્યેક ભારતવાસીને પોતાની માતૃભૂમિની રક્ષા માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપી. જુવાનિયાઓ પોતાના દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપવા માટે તત્પર થયા. ચંદ્રગુપ્ત જેવો મહત્ત્વાકાંક્ષી યુવક જે એ સમય સુધીમાં તક્ષશિલામાં પર્યાપ્ત સૈનિક પ્રશિક્ષણ તાલીમ મેળવી ચૂક્યો હતો, દેશ પર આવેલી સંકટની ઘડીઓમાં શાંતિથી બેસી ન શક્યો. માટે ચંદ્રગુપ્ત પણ એક સૈનિકની ટુકડી બનાવી એનો સેનાપતિ બની સિકંદરની સેનાની સામે ટક્કર લેવા માટે ઉદ્યત થયો.
એમના સમયના અજોડ કૂટનીતિજ્ઞ અને રાજનીતિ વિશારદ ચાણક્યના દૂરદર્શિતાપૂર્ણ નિર્દેશનમાં સાહસિક નવયુવક ચંદ્રગુપ્ત પોતાની માતૃભૂમિ ભારતને વિદેશી યુનાનીઓના દાસત્વમાંથી મુક્ત કરાવવાનું બીડું ઝડપ્યું અને અભુત વૈર્ય, સાહસ અને પરાક્રમ વડે એણે યુનાનીઓને ભારતવર્ષની હદ બહાર બંદેડી મૂકવામાં સફળતા મેળવી. એ રાજનૈતિક વિપ્લવના સમયે ચંદ્રગુપ્ત ન તો કોઈ રાજ્યનો રાજા હતો કે નહિ કોઈ નિયમિત સેના હતી, છતાં પણ એણે દેશની જિન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 200999999999 ૧૮૦]