Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જરૂરિયાત પ્રમાણેની ધન-સંપદાની સાથે એક રથમાં બેસી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે.”
ચાણક્યની આજ્ઞા લઈ ધનનંદ એની બે પત્નીઓ અને પુત્રીને રથમાં બેસાડી જીવન-નિર્વાહ માટે યોગ્ય પર્યાપ્ત સંપત્તિ લઈને રથમાં સવાર થઈ રથ હંકારી ગયો. જે સમયે નંદ એનો રથ હાંકી રહ્યો હતો, દૈવયોગે એ જ સમયે ચંદ્રગુપ્તનો રથ એની સામેની તરફથી આવ્યો. રથમાં બેઠેલા તેજસ્વી યુવક ચંદ્રગુપ્ત પર નજર પડતાં જ ધનનંદની રાજકુમારી એની સાન-ભાન-કુળનું માન ભૂલી ગઈ. જે રીતે ચાતક ચંદ્રની તરફ ફાટી આંખે જોઈ રહે છે, એ જ રીતે ધનનંદની કન્યા પણ એની શુદ્ધ-બુધ ભૂલી એકીટસે ચંદ્રગુપ્તને જોતી જ રહી ગઈ. અનુભવી વૃદ્ધ ધનનંદને સમજતા વાર ન લાગી કે એની પુત્રી ચંદ્રગુપ્ત પર ઓવારી ગઈ છે. એણે રથ રોકી એની પુત્રીને કહ્યું : “વત્સ ! ક્ષત્રિયકન્યા માટે સ્વયંવર જ વરચયન-પસંદગી માટેનું શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવ્યું છે. તું તારી મરજી પ્રમાણે ખુશી-ખુશી ચંદ્રગુપ્ત પર પસંદગીનો કળશ ઉતાર. હવે તું મારા રથ પરથી ઊતરીને ચંદ્રગુપ્તના રથમાં સવાર થઈ જા અને આ રીતે મને તારા માટે સુયોગ્ય પાત્ર શોધવાની ચિંતામાંથી હંમેશને માટે મુક્ત કર.”
પોતાના પિતાની વાત સાંભળી એ રાજકન્યા મંત્રમુગ્ધની જેમ તરત જ ધનનંદના રથમાંથી ઊતરી ચંદ્રગુપ્તના રથ પર ચઢવા લાગી. જેવો એણે રથમાં એક પગ મૂક્યો જ હતો કે રથના પૈડાના ૬ આરકા ચરચર્સ અવાજ કરતા તૂટી ગયા.
આ જોતાં જ - “અરે, મારા રથ પર આ મહાઅમંગળકારિણી કોણ આરૂઢ થઈ રહી છે, જેના વડે રથમાં એક પગ રાખવામાત્રથી મારા રથના આરકા તૂટી ગયા. જો આ આખે-આખી રથમાં બેસી જશે તો મારા રથનું જ નહિ સંભવતઃ મારું પોતાનું જ અસ્તિત્વ જોખમાઈ જશે.” આમ બોલતા ચંદ્રગુપ્ત નંદની લાડકીને પોતાના રથમાં બેસતા રોકી.
ત્યારે અધવચ્ચે જ ચંદ્રગુપ્તને રોકતા ચાણક્યએ કહ્યું : “નહિ, નહિ ચંદ્રગુપ્ત ! એવું કરીશ મા ! તું નિઃસંકોચપણે રાજકુમારીને ( ૧૯૦ છ969696969696969699જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)