Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મહાગિરિ અને આર્ય સુહસ્તી સુધી લગભગ ૩૦૦ વર્ષ સુધી જિનશાસનનું સમ્યકરૂપે સંચાલન અને સંરક્ષણ આચાર્યો વડે જ થયું છે.
આચાર્ય સિવાયના ઉપાધ્યાય, ગણી, ગણાવચ્છેદક, સ્થવિર, પ્રવર્તક આદિ હોદા(પદ)નાં નામો પણ શાસ્ત્રોમાં જોવા મળે છે. પણ આચાર્ય, ગણધર અને સ્થવિર સિવાય તીર્થકરકાળથી મહાગિરિ સુધીના કાળમાં કોઈ અન્ય પદ અથવા એનાં કાર્યોનો ઉલ્લેખ દષ્ટિગોચર થયો નથી.
- આચાર્ય યશોભદ્રના વખતથી કુળ, ગણ અને શાખાઓનો ઉદ્દભવ થવા લાગ્યો, પણ ભદ્રબાહુ અને સ્થૂળભદ્ર જેવા પ્રતિભાશાળી આચાર્યોના પ્રભાવથી શ્રમણસંઘમાં કોઈ મતભેદ ઊભો થઈ શક્યો નહિ.
આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીએ પણ મતભેદની તિરાડો ઊભી થતા તરત જ તેને પૂરીને પોતાની હયાતીમાં જિનશાસનમાં એકતા અકબંધ રાખી.
ભવિષ્યમાં કદાચ પરંપરાભેદ પણ ક્યાંક ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરી લે તેમજ શ્રતધર્મ અને ચારિત્રધર્મની વિશુદ્ધ પરંપરા ક્યાંક નાશ પામે અથવા પોતાના સાચા સ્વરૂપથી સ્નલન ન પામે, એ દૃષ્ટિએ એમણે આચાર્યપદનાં આવશ્યક કર્તવ્યો અને અધિકારોને (૧) ગણાચાર્ય, (૨) વાચનાચાર્ય અને (૩) યુગપ્રધાનાચાર્ય એમ ત્રણ ભાગમાં વહેંચી દીધા. આ વ્યવસ્થાને પરિણામે નીચે પ્રમાણેની પરંપરાઓ પ્રચલિત થઈ.
૧. ગણધરવંશ : આમાં ગણના અધિનાયક એ આચાર્યોની પ્રતિષ્ઠાપના કરવામાં આવી. જે ગુરુશિષ્ય ક્રમથી એ ગણની પરંપરાનું સંચાલન કરતા રહ્યા. એમની પરંપરા ચીરકાળ સુધી ચાલતી રહી. વર્તમાનમાં ગણપતિ એમના જ અવશેષ કહી શકાય છે.
૨. વાચકવંશ : વાચકવંશના આચાર્ય તેઓ કહેવાતા હતા, જે આગમજ્ઞાનની વિશુદ્ધ પરંપરાના પૂર્ણ મર્મજ્ઞ (જાણકાર) અને વાચના આપવામાં નિષ્ણાત હતા. તેમની હદ પોતાના ગણ સુધી જ સીમિત ન રહેતા આખા સંઘમાં માન્ય રહેતી હતી. જિન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨) છિછછ999999999 ૨૦૦૩