Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
તેઓ એવું માનતા હતા કે વર્તમાન સમયમાં જે નારકીય છે, તે બીજા સમયમાં વિનાશ પામે છે. આવી હાલતમાં પહેલાના સમયનો નારકીયનો જે પર્યાય હતો, તે નાશ પામે છે અને બીજા સમયે વિશિષ્ટ બીજો પર્યાય થઈ જાય છે.
રાજગૃહ નગરમાં એ વખતે ચૌકી-ચેંગી વિભાગના એક અધિકારી શ્રમણોપાસકે અશ્વમિત્રને સાચામાર્ગે દોર્યો. અશ્વમિત્ર તરત જ એના ગુરુ પાસે જઈ એમની માફી માંગી તેમજ પોતાના મિથ્યાત્વ માટે પ્રાયશ્ચિત્ત કરી ફરી શ્રમણસંઘ સાથે જોડાઈ ગયો.
પાંચમો નિહ્નવ - ગંગ
વી. નિ. સં. ૨૨૮માં ભગવાન મહાવીરના શાસનનો પાંચમો નિહ્નવ દ્વિક્રિયાવાદી ગંગ નામનો અણગાર થયો. નિદ્ભવ ગંગ અથવા ગંગદેવ, આચાર્ય મહાગિરિના શિષ્ય ધનાઢચ(ધનગુપ્ત)નો શિષ્ય હતો. તે એવી માન્યતા ધરાવતો હતો કે એક જ સમયે બે રીતની ક્રિયાઓ અને બે રીતના ઉપયોગ થઈ શકે છે. ભગવાન મહાવીરનું એવું કથન છે કે - ‘એક સમયે એક જ ક્રિયા અને એક જ ઉપયોગ થાય છે - વસ્તુતઃ અસત્ય છે.'
આર્ય ધનગુપ્તે ગંગના મનમાં ઉદ્ભવેલી શંકાના નિરાકરણ માટે પૂરતો પ્રયત્ન કર્યો. પોતાના ગુરુ ધનગુપ્તના મોઢેથી અનેક જાતના હૃદયંગમ, તર્કસંગત, સૂક્ષ્મ વિવેચન સાંભળ્યા છતાં પણ અણગાર ગંગે એનો દૂરાગ્રહ છોડ્યો નહિ. આખરે એનો સંઘમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો.
સંઘ વડે તરછોડાયા પછી ગંગે ‘દ્વિક્રિય’ નામનો એક નવો મતનો ધારો પાડ્યો. પણ આ મત લાંબો ચાલ્યો નહિ અને ગંગને પોતાની ખામી દેખાઈ. એણે એના ગુરુ પાસે જઈ ક્ષમાયાચના કરી પ્રાયશ્ચિત્ત કરી ફરી સંયમમાર્ગે વળ્યો.
સુહસ્તી પછીની સંઘ-વ્યવસ્થા
સંઘ-વ્યવસ્થામાં આચાર્યનું સ્થાન ઘણું મહત્ત્વનું તેમજ દરેક દૃષ્ટિએ - (રીતે) સર્વોપરી માનવામાં આવે છે. આર્ય સુધર્માથી આર્ય ૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૨૦૬ |