Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ઇજ્જત-આબરૂ જાળવવા યુવકોને ભેગા કરી આ અત્યંત દુષ્કર કાર્યને શક્ય કર્યું હતું.
પોતાના દેશમાંથી વિદેશી શાસનનો અંત આણ્યા પછી ચંદ્રગુપ્ત પોતાના પાલક એટલે કે ભાગ્ય-ઘડવૈયા ચાણક્યની આજ્ઞા પ્રમાણે પાટલિપુત્ર પર આધિપત્ય જમાવવા માટે અથાગ પરિશ્રમ વડે એક શક્તિશાળી સેનાનું નિર્માણ કર્યું. પર્યાપ્ત શક્તિશાળી સેના એકઠી થઈ જતા તેમજ તમામ પ્રકારની સૈનિક તૈયારીઓ થઈ જતા ચાણક્યએ ચંદ્રગુપ્તને પાટલિપુત્ર ઉપર પ્રચંડ ગતિએ આક્રમણ કરવાનો આદેશ આપ્યો. ચંદ્રગુપ્ત એમની આજ્ઞા માની તરત જ પોતાની સેના સાથે પાટલિપુત્ર તરફ યુદ્ધ માટે પ્રયાણ કર્યું. આ સૈનિક અભિયાનમાં ચાણક્ય પણ ચંદ્રગુપ્તની સાથે જ હતો. બંને સેનાઓ ઘણી શૂરવીરતાથી લડી. પણ મગધની સુસંગઠિત અને વિશાળ સેનાની સામે ચંદ્રગુપ્તની સેના ટકી ન શકી. આખરે ચંદ્રગુપ્ત અને ચાણક્યએ એમનો જીવ બચાવવા માટે યુદ્ધસ્થળ છોડી ભાગવું પડ્યું. ધનનંદના આદેશથી મગધ સૈનિકોએ ચંદ્રગુપ્ત અને ચાણક્યનો પીછો કર્યો. પણ ચતુર ચાણક્ય ચંદ્રગુપ્તને લઈ દુર્ગમ અરણ્યો, દુર્લધ્ય પર્વતો અને વેગીલી નદીઓને ગુપ્ત વેશ ધારણ કરી પાર કરતો જઈ રહ્યો હતો.
(ગ્રામીણ મહિલા પાસેથી ચાણક્યને શિક્ષા) નંદવંશને નેસ્ત-નાબૂદ કરવાની પોતાની પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે જીવતા રહેવાનો દઢ સંકલ્પ હૃદયમાં ધરોબીને ચાણક્ય એક રાતના વિસામા માટે ચંદ્રગુપ્તને સાથે લઈ એકાંત ઝૂંપડીમાં રોકાયા. એ ઝૂંપડીની માલિકી એક વૃદ્ધાની હતી. તે ગરમ-ગરમ રાબ થાળીમાં પીરસીને એનાં બાળકોને આપી. તે થાળીમાં તેમાંના એક બાળકે હાથ નાંખ્યો અને દાઝી જવાથી કરંજવા (રડવા) લાગ્યો. ત્યારે એ વૃદ્ધાએ ખીજવાઈને બાળકને કહ્યું : “મારા દીકરા ! તું પણ ચાણક્યની જેમ અત્યંત મૂરખ જ દેખાય છે.”
વૃદ્ધાની વાત સાંભળી ચાણક્ય ચમક્યો. એણે વૃદ્ધાને પૂછ્યું : ચાણક્યએ એવી તો કેવી મૂર્ખતા કરી છે કે જેના લીધે તું આ બાળકને એની જેમ જ મૂર્ખ ગણી રહી છે?” ૧૮૮ 96969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)