Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ઊતરીને આચાર્યશ્રી પાસે આવી એકદમ ધ્યાનથી સાંભળવા લાગ્યો. પાઠ સાંભળતા કુમારના મનમાં વંટોળ જાગ્યો અને એને જાણે એવું લાગ્યું કે આ પાઠમાં વર્ણવેલાં સુખોનો એણે ક્યાંક અનુભવ કરેલો છે. તર્ક-વિતર્ક કરતા એણે સ્મૃતિ ઉપર જોર આપ્યું તો એને તરત જ જાતિસ્મરણશાન થઈ ગયું.
અવંતિ સુકમાલ આચાર્યશ્રીની નજીક જઈ ઊભો રહી ભક્તિભાવે નમસ્કાર કરી કહેવા લાગ્યો : “ભગવન્! હું ગૃહસ્વામિની ભદ્રાનો પુત્ર છું. તમારા આ પાઠને સાંભળતાં જ મને જાતિસ્મરણશાન પ્રાપ્ત થયું છે. હું મારા આ જન્મની પહેલાં નલિની ગુલ્મ નામના વિમાનમાં દેવતા હતો. હવે ફરી પાછા ત્યાં જવા માટે મારું મન ઉત્કટ રીતે લાલાયિત થયું છે. તમારી પાસે શ્રમણત્વ સ્વીકારી હું કરી ત્યાં જ જવા માંગુ છું, તો દયા કરી મને પ્રવજયા પ્રદાન કરો.” આચાર્ય સુહસ્તીએ એને શ્રમણજીવનની આપદાઓથી માહિતગાર કરાવ્યો. - અવંતિ સુકુમાલે કહ્યું: “ભગવન્! સાધુ સમાચારી પ્રમાણે તો દીર્ઘ સમય સુધી હું નિરતિચાર શ્રમણ્યનું પરિપાલન નહિ કરી શકીશ, માટે હું શરૂઆતમાં જ અનશન સહિત શ્રમણત્વ ગ્રહણ કરીશ અને થોડા સમય માટે અત્યંત દુષ્કર કષ્ટને પણ વીરતાથી સહન કરી લઈશ.”
આ રીતે પોતાના નિશ્ચય પર અડગ રહેલા એને જોઈ આર્ય સુહસ્તીએ એને એનાં સ્વજનો પાસેથી અનુમતિ લેવા માટે કહ્યું. ત્યાર પછી અવંતિ સુકમાલે એની માતા અને પત્નીઓ વડે એને દીક્ષા માટે અનુમતિ આપવા માટે કહ્યું, તો એને અનુમતિ મળી નહિ. આખરે એણે જાતે જ કેશ લુંચન કરી શ્રમણવેશ ધારણ કર્યો અને આચાર્યની સેવામાં હાજર થયો.
આર્યએ પોતાના શરીરથી પણ નિર્મમત્વ અને સંસારથી સર્વથા વૈરાગી અતિ સુકુમાલને સ્વયંગ્રહીત સાધુવેશમાં જોઈ વિધિપૂર્વક શ્રમણદીક્ષા આપી. ત્યાર બાદ અવંતિ સુકુમાલે આર્ય સુહસ્તી પાસે આમરણ અનશનપૂર્વક સાધના કરવાની આજ્ઞા પ્રદાન કરવાની પ્રાર્થના કરી. - આર્ય પાસે આજ્ઞા મેળવી અવંતિ સુકમાલ નગરની બહાર નિર્જન સ્મશાનભૂમિમાં ગયો અને કાયોત્સર્ગ કરી ઊભો રહી ગયો. અત્યંત જિન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨) 99999999999 ૨૦૩]