Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રચાર-પ્રસાર કર્યો તેમજ એણે એના બધા જ સામંતોને દૃઢ જૈનધર્મી બનાવ્યા. સાધુવેશે સમ્મતિના કર્મચારીઓએ અનાર્ય દેશોમાં વિચરણ કરી ત્યાંની અનાર્ય જનતાને શ્રાવકનાં કર્તવ્યો અને શ્રમણાચારથી પરિચિત કરાવતા એ અનાર્ય દેશોને શ્રમણોના વિહાર કરવાના યોગ્ય બનાવ્યા. રાજા સમ્મતિની વિનંતીથી આર્ય સુહસ્તીએ એમના કેટલાક શ્રમણોને અનાર્યભૂમિમાં ધર્મના પ્રચાર માટે મોકલ્યા અને એમણે ત્યાં જૈન ધર્મ પ્રત્યે લોકોની અદ્ભુત શ્રદ્ધા જોઈ આનંદ અનુભવ્યો. સાધુઓએ આર્યદેશની જેમ જ ઘણી સરળતાથી ત્યાંના પ્રદેશોમાં વિહાર કરીને જૈન ધર્મનો વધુમાં વધુ પ્રસાર અને પ્રચાર કર્યો.' એ પ્રદેશોના રહેવાસીઓએ ઘણી મોટી સંખ્યામાં શ્રાવકધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાનું વિવરણ સંભળાવ્યું, જે સાંભળી આર્ય સુહસ્તી ઘણા ખુશ થયા.
સમ્મતિના વિષયમાં કેટલાક જૈનગ્રંથોમાં એ પ્રમાણેનો ઉલ્લેખ પણ મળે છે કે - એણે ભારતના આર્ય તેમજ અનાર્ય પ્રદેશોમાં એટલાં બધાં જિનમંદિરો બંધાવ્યાં છે કે એ બધા પ્રદેશો જિનમંદિરોથી શોભી ઊઠ્યાં. પણ વી. નિ. સં. ૮૮૨ના પહેલાં આ રીતનાં મંદિરોની વાત ઇતિહાસના દસ્તાવેજોમાં સામેલ નથી.’
ઉત્કૃષ્ટ સાધક અવંતિ સુકુમાલ
આર્ય મહાગિરિના સ્વર્ગવાસ પછી અનેક ક્ષેત્રોમાં વિહાર કરીને આર્ય સુહસ્તી એક વખત ફરી ઉજ્જયિની ગયા અને નગરની બહાર એક બગીચામાં રોકાયા. ત્યાર બાદ તેઓ એમના શિષ્યવૃંદ સહિત ભદ્રા નામની એક અત્યંત સમૃદ્ધિશાળી શ્રેષ્ઠી સ્ત્રીની વાહનકુટીમાં રોકાયા.
બીજા દિવસે પ્રદોષ વેળાએ આચાર્ય સુહસ્તી નલિનીગુલ્મ નામના અધ્યયનનું સસ્વર પાઠ કરી રહ્યા હતા. એ સમયે ભવનના સાતમા માળે પોતાની ૩૨ સુકુમાર પત્નીઓની સાથે સૂતેલા ભદ્રાના પુત્ર અવંતિ સુકુમાલના કાને આચાર્યશ્રીનો મીઠો-મધુરો અવાજ સંભળાયો. તે તન્મય થઈ સાંભળવા લાગ્યો. એ પાઠ એને એટલો બધો કર્ણપ્રિય લાગ્યો કે એને હજી પણ વધુ સ્પષ્ટ રીતે સાંભળવા અને સમજવા માટેની ઉત્કટ ઇચ્છાથી દોરાઈને તે મંત્રમુગ્ધ બની એના મહેલમાંથી ૨૦૨ ૭૭૭ DOG જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)|