Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કૌશાંબીમાં ભિક્ષા માંગવા માટે મારો એક શિષ્ય એક ગૃહસ્થને ઘરે ગયો. એમની પાછળ-પાછળ એક દીન-દરિદ્રય અને ભૂખ્યો ભિક્ષુક પણ "ગયો. એ ગૃહસ્થ સાધુઓને યોગ્ય રૂપે અન્નજળ આપ્યું, પણ એ ભિક્ષુકને એમણે કંઈ પણ આપ્યું નહિ. એ ભૂખ્યો ભિક્ષુક સાધુઓની પાછળ-પાછળ ચાલવા માંડ્યો અને એમની પાસે ભોજનની માગણી કરવા લાગ્યો. સાધુઓએ એને કહ્યું કે - “તે લોકો પોતાના સાધુઆચાર પ્રમાણે કોઈ ગૃહસ્થને કંઈ પણ આપી નથી શકતા. ભૂખથી રિબાતો એ ભિક્ષુક મારા શિષ્યોનું અનુસરણ કરતો-કરતો મારા નિવાસસ્થળે પહોંચી ગયો. એણે મારી પાસે પણ ભોજનની માગણી કરી. મને જ્ઞાનોપયોગથી એવી ખબર પડી કે હવે પછીના આગલા જન્મમાં આ ભિક્ષુક જિનશાસનનો પ્રચાર-પ્રસારનો માધ્યમ બનશે. મેં એને કહ્યું કે - “જો તું શ્રમણધર્મમાં દીક્ષિત થઈ જાય તો તારી ઇચ્છા પ્રમાણે જરૂરી ભોજન આપી શકીએ છીએ.” ભિક્ષકે વિચાર્યું કે - “આવી દારુણ દશાની તોલે તો શ્રમણજીવનનાં કષ્ટો સહેવા સહેલા છે, તરત જ તે મારી પાસે આવ્યો અને દીક્ષા લઈ લીધી. દીક્ષિત થયા પછી તે અમારા ભોજનનો હક્કદાર બન્યો.' માટે એની ઇચ્છા પ્રમાણે ભોજન કરાવવામાં આવ્યું. ખરેખર તો તે ઘણા દિવસોનો ભૂખ્યો હતો, તેથી પેટભરીને એણે ભોજન લીધું. રાત્રે એ નવા દીક્ષિત થયેલા ભિક્ષુકના પેટમાં દુઃખાવો થવાના લીધે તેનું મૃત્યુ થઈ ગયું અને તે અશોકના આંધળા રાજકુમાર કુણાલને ત્યાં પુત્રરૂપે જન્મ્યો. રાજનું ! તું એ જ ભિક્ષુક છે, જે તારા આ સમ્મતિના જન્મના પહેલાના જન્મમાં મારી પાસે દીક્ષિત થયો હતો. આ બધો તારો એક દિવસના શ્રમણજીવનનો પ્રતાપ છે કે આજે તું મોટો રાજા બન્યો છે.”
(રાજા સસ્પતિ વડે જૈન ધર્મનો પ્રચાર) - જેને સાહિત્યમાં મૌર્ય સમ્રાટ સમ્પતિનું એ જ સ્થાન છે, જે મૌર્ય સમ્રાટ અશોકને બૌદ્ધ સાહિત્યમાં. અનેક જૈનગ્રંથોમાં આ રીતના ઉલ્લેખો જોવા મળે છે કે - “રાજા સમ્મતિએ આર્ય સુહસ્તિી પાસે ઉપદેશ-બોધ સાંભળ્યા પછી સમગ્ર ભારતવર્ષ તેમજ અનેક અન્ય બીજા દેશોમાં પણ પોતાના પ્રતિનિધિઓ, કર્મચારીઓ, અધિકારીઓ, સૈનિકો અને પુત્ર-પુત્રીઓને જૈન-સાધુઓના વેશમાં મોકલી જૈન ધર્મનો બધે જિન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 999999999999 ૨૦૧]