Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પામી ગયા અને તેઓ સંસારથી વિરક્ત થઈ અન્ન-જળ ત્યજી નગરની બહાર એકાંત સ્થળે ધ્યાનમાં બેસી ગયા. પોતાની ધાત્રીમા પાસેથી સચ્ચાઈ જાણીને બિંદુસાર ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એણે ચાણક્ય સામે જઈને વારંવાર માફીની માગણી કરીને એમને ફરીથી એ જ મહામાત્યપદના કારભાર સંભાળવાની વિનવણી કરી, પણ ચાણક્ય સમસ્ત ઐહિક આકાંક્ષાઓને ત્યજીને આત્મચિંતનમાં તલ્લીન થઈ ચૂક્યા હતા, જેથી બિંદુસાર નિરાશ થઈ ખાલી હાથે પાછો ફર્યો. જેને વાલ્મયનમાં એવો ઉલ્લેખ મળે છે કે - “સુબંધુ સેવા કરવાના બહાને ચાણક્ય પાસે રહેવા લાગ્યો અને રાતના સમયે એણે એ ઘાસના ખડકલામાં આગ ચાંપી દીધી, જેના ઉપર ચાણક્ય ધ્યાનમગ્ન થઈ બેઠેલા હતા. એ આગથી બચવા માટે ચાણક્યએ કોઈ પણ જાતનો પ્રયત્ન ન કર્યો અને સમાધિની સ્થિતિમાં જ સ્વર્ગગમન ક્યું.”
સુબંધુ દ્વારા કરાયેલા આ ધૃણિત અને જઘન્ય અપરાધ આમ જનતા અને બિંદુસારથી અજાણું ન રહ્યું. રાજા અને પ્રજા વડે વારાફરતી પદથી વ્યુત અને અપમાનિત થયા પછી સુબંધુ વિક્ષિપ્ત થઈ ગયો. એની ઘણી ખરાબ દશા થઈ અને વિવિધ પ્રકારનાં ભીષણ દુઃખોથી પીડાઈને અંતે મરણને શરણ થયો.
(સુહસ્તીના આચાર્યકાળનો રાજવંશ) વી. નિ. સં. ૨૪પમાં આર્ય મહાગિરિના સ્વર્ગે સિધાવ્યા પછી જે સમયે આર્ય સુહસ્તી આચાર્ય બન્યા એ વખતે મૌર્ય સમ્રાટ બિંદુસારના શાસનકાળનું લગભગ ૧૨મું વર્ષ ચાલી રહ્યું હતું. ૨૫ વર્ષ સુધી શાસક રહ્યા પછી વી. નિ. સં. ૨૫૮માં બિંદુસાર ઐહિક લોકને છોડી પરલોકના માર્ગે પ્રયાણ કર્યું.
(મૌર્ય સમ્રાટ અશોક) - આર્ય સુહસ્તીના આચાર્યકાળમાં બિંદુસારના અવસાન પછી એનો પુત્ર અશોક (વી. નિ. સં. ૨૫૮માં) મગધના વિશાળ સામ્રાજ્યનો શાસક બન્યો. અશોકના પિતા બિંદુસાર તેમજ દાદા (પિતામહ) ચંદ્રગુપ્ત બંને જ જૈન ધર્માવલંબી હતા, તેથી અશોક પણ શરૂઆતમાં જૈન ૧૯૮ 999999999999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)