Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(બિંદુસારનો જન્મ) એક દિવસ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત જે વખતે ભોજન લઈ રહ્યો હતો, એ જ સમયે ગર્ભવતી રાજમહિષી ત્યાં ઉપસ્થિત થઈ. મહારાણીએ ચંદ્રગુપ્તની સાથે ભોજન લેવાની ઇચ્છા દર્શાવી. ચંદ્રગુપ્ત જેમ-જેમ ના પાડી, તેમ-તેમ રાજરાણીની જીદ વધતી જ ગઈ અને છેલ્લે મહારાણીએ ચંદ્રગુપ્તની થાળીમાંથી એક કોળિયો ઝૂંટવીને એના. મોઢામાં મૂકી જ દીધો. ઝેરીલા ભોજને તરત જ એની અસર દેખાડી અને જોત-જોતામાં મહારાણી બેભાન થઈ જમીન પર ઢળી પડી. તરત જ રાજપ્રાસાદમાં બધે હાહાકાર મચી ગયો. એ જ વખતે મહામાત્ય ચાણક્ય ઘટનાસ્થળે હાજર થયા.
“હવે મહારાણીનો જીવ કોઈ પણ ઉપાયે બચાવી નહિ શકાય.” એમ કહીને ચાણક્યએ શલ્યચિકિત્સકો - વૈદ્યોને આદેશ આપ્યો કે - તેઓ જેમ બને તેમ જલદીથી મહારાણીના પેટને ચીરીને ગર્ભસ્થ બાળકના પ્રાણોની રક્ષા કરે.” તરત જ શલ્યક્રિયા-વાઢકાપ વડે ગર્ભસ્થ શિશુને ગર્ભમાંથી બહાર કાઢવામાં આવ્યો. માતા દ્વારા લેવાયેલા ભોજનની બાળક પર કંઈ ખાસ અસર થઈ ન હતી. માત્ર એના કપાળ ઉપર ભૂરા રંગની ટીલીનું ચિહ્ન જ અંકિત થયું હતું, વિષયુકત ટીલીના કારણે રાજકુમારનું નામ બિંદુસાર રાખવામાં આવ્યું.
વિ. નિ. સં. ૨૧૫ થી ૧૮ વર્ષ સુધી ભારતના ઘણા મોટા વિસ્તાર પર શાસન કર્યા પછી મૌર્ય સામ્રાજ્યના સંસ્થાપક સમ્રાટ ચંદ્રગુપ્ત વી. નિ. સં. ૨૩૩માં જીવનલીલા સંકેલી પરલોકવાસી બન્યા.
(મૌર્ય સમ્રાટ બિંદુસાર) ચંદ્રગુપ્તના દેહાવસાન પછી એનો પુત્ર બિંદુસાર ભારતના બૃહદ્ સામ્રાજ્યનો સ્વામી બન્યો. વિભિન્ન ગ્રંથોમાં બિંદુસારનાં વિભિન્ન નામ ઉપલબ્ધ થાય છે. “વાયુપુરાણ વગેરે પુરાણગ્રંથોમાં એને ભદ્રસાર અને વારિસારના નામથી, “મહાવંશ” તથા “દીપવંશ'નામના બૌદ્ધ ગ્રંથોમાં બિંદુસારના નામથી અને યુનાની અભિલેખો અને પુસ્તકોમાં અમિત્રચેટસ અને અમિત્રઘાતના નામથી અભિહિત કરવામાં આવ્યો છે. [ ૧૯૬ 9639696969999999ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)