Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
'આર્ય મહાસંરિ અoો સહસ્તી ભગવાન મહાવીરના સાતમા પટ્ટધર અને આઠમા આચાર્ય સ્થૂળભદ્ર પછીના નવમા આચાર્ય આર્ય મહાગિરિ અને દસમા આચાર્ય સુહસ્તિી થયા.
મા આચાર્ય મહાગિરિ ૧૦મા આચાર્ય સહસ્તી જન્મ
: વી. નિ. સં. ૧૪૫ વી. નિ. સં. ૧૯૧ દીક્ષા : વી. નિ. સં. ૧૭૫ વી.નિ.સં. ૨૨૧
(વિકલ્પ વી.નિ.સં. ૨૧૪) આચાર્ય પદ : વી. નિ. સં. ૨૧૫ વી. નિ.સં. ૨૪૫ સ્વગારોહણ સ્વર્ગવાસઃ વી. નિ. સં. ર૪૫ વી. નિ. સં. ૧૯૧ ગૃહસ્થપર્યાય : ૩૦ વર્ષ
૩૦ વર્ષ (વિકલ્પ ૨૩ વર્ષ) સામાન્ય મુનિપર્યાય ૪૦ વર્ષ ૨૪ વર્ષ (વિકલ્પ ૩૧ વર્ષ) આચાર્યકાળ : ૩૦ વર્ષ
૪૬ વર્ષ પૂર્ણ વય : ૧૦૦ વર્ષ ૧૦૦ વર્ષ
એલાપત્ય વાશિષ્ઠ
ગોત્ર
(ગૃહસ્થજીવન આર્ય મહાગિરિ અને સુહસ્તી બંને બાળપણથી જ આર્યા કક્ષાની રખેવાળીમાં રાખવામાં આવ્યા. એ બંનેનું લાલન-પાલન અને શિક્ષણ વગેરે આર્યા યક્ષાના તત્ત્વાવધાનમાં જ સંપન્ન થયું.
(શ્રમણદીક્ષા) આર્ય મહાગિરિની દીક્ષા વિ. નિ. સં. ૧૭૫માં અને આર્ય સુહસ્તીની વિ. નિ. સં. ૨૨૧માં થઈ. જ્યાં સુધી આર્ય મહાગિરિનો સંબંધ છે, ઉપરોક્ત કાળ-ગણતરીમાં કોઈ વિદન નથી નડતું. પણ ઉપર બતાવેલા આંકડાઓ પ્રમાણે આર્ય સુહસ્તીનો દીક્ષાકાળ વી. નિ. સં. ૨૨૧માં આવે છે, એમાં સૌથી મોટી તકલીફ એ ઊભી થાય છે કે આર્ય સુહસ્તીને આર્ય સ્થૂળભદ્રના હાથે દીક્ષિત થયેલા માનવામાં આવ્યા છે અને આચાર્ય સ્થૂળભદ્ર વી. નિ. સં. ૨૧૫માં જ સ્વર્ગસ્થ થયા હતા. ૧૯૨ 90333339999 ન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨)