Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આવા સંજોગોમાં આચાર્ય સ્થૂળભદ્રની પાસે વી.નિ. સં. ૨૨૧માં એમના દીક્ષિત થવાની વાત તર્કસંગત તેમજ સાચી બંધબેસતી નથી. આથી એવું લાગે છે કે આર્ય સુહસ્તિી ૨૩ વર્ષની ઉંમરમાં દીક્ષિત થયા હોય અને કોઈક લિપિકારની બેદરકારીથી ર૩ની જગ્યાએ ૩૦ની સંખ્યા જાણીતી બની હોય. ૨૩ વર્ષની વયે એમના દીક્ષિત થવાની વાત માની લેવાથી આચાર્ય સ્થૂળભદ્રની પાસે વિ. નિ. સં. ૨૧૪૨૧૫માં એમના દીક્ષિત થવાની કડી બંધ બેસે છે.
આ બંને મહાપુરુષોએ અનુક્રમે ૧૪ અને ૩૧ વર્ષના એમના સામાન્ય મુનિપર્યાયની વખતે કઠોર તપસ્યાનું આચરણ નિરતિચાર વિશુદ્ધ સંયમપાલન અને સ્થવિર શ્રમણોની સેવા-સુશ્રુષાની સાથોસાથ અવિરત અભ્યાસ અને પૂર્ણનિષ્ઠા સાથે જ્ઞાન મેળવ્યું. આ બંને મહાશ્રમણ ૧૦મા બે ઓછા પૂર્વેના જ્ઞાતા હતા - જાણકાર હતા.
આચાર્યપદ )
વી. નિ. સં. ૨૧પમાં એમના સ્વર્ગે સિધાવવા સમયે આચાર્ય સ્થૂળભદ્ર એમના આ બંને સુયોગ્ય શિષ્ય - આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીને પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં આચાર્યપદે નીમ્યા.
આર્ય સુહસ્તી આચાર્ય સ્થૂળભદ્ર પાસે દીક્ષિત થઈ શક્ય છે કે એકાદશાંગીનું અધ્યયન પૂરું ન કરી શક્યા હશે કે સ્થૂળભદ્રનું દેહાંત થયું, આર્ય સહસ્તીનું પૂર્વશ્રુતનું અધ્યયન આર્ય મહાગિરિના સાંનિધ્યમાં એમની જ કૃપા વડે પૂર્ણ થયું, જેવું કે પરિશિષ્ટ પર્વકારે સ્વયં આર્ય સુહસ્તીના મોઢે આર્ય મહાગિરિ માટે કહેવડાવ્યું છે - “મમૈતે ગુરવઃ ખલું - એ મારા ગુરુ છે. આ સંજોગોમાં વી. નિ. સં. ૨૧૫માં સ્વલ્પ દિક્ષાકાળવાળા આર્ય સુહસ્તીને આચાર્ય સ્થૂળભદ્ર દ્વારા મહાગિરિની સાથે આચાર્યપદે નીમવાની વાત તર્ક-યુક્તિસંગત નથી ઠરતી.
આ બધાં તથ્થોનું સમ્યક પર્યાલોચન કરવાથી એમ થવાની શક્યતા પૂરેપૂરી દેખાય છે કે આર્ય મહાગિરિને પોતાના અનુગામીઉત્તરાધિકારી નીમવાની વખતે આચાર્ય સ્થૂળભદ્ર એમના વિશિષ્ટ જ્ઞાન વડે આર્ય સુહસ્તીને શાસનના સંચાલનમાં વિશેષ કુશળ અને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) Dt96969696969696969). ૧૯૩]