Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મયૂરપાલકના પ્રમુખે ચાણક્યની શરતને ખુશીથી માની લીધી. પછી બુદ્ધિશાળી ચાણક્યએ ઘાસની એક ઝૂંપડી તૈયાર કરાવી. એ ઝૂંપડીના ઉપરના ભાગમાં એક મોટું કાણું રખાવ્યું. એ ઝૂંપડીમાં રાતના વખતે કાણામાંથી આખા ચંદ્રનો પડછાયો પડવા લાગ્યો. ત્યારે ચાણક્યએ ખાનગીમાં એક વ્યક્તિને ઉપર ચઢાવી દીધો અને એને સમજાવી દીધું કે - ‘એમનો ઇશારો મળતાં જ તે એ કાણાને ધીમે-ધીમે તણખલાઓ વડે ઢાંકવાનું શરૂ કરી દે.’
આ બધી ગોઠવણો કર્યા પછી ચાણક્યે ગર્ભવતી સ્ત્રીને બોલાવી એ ઝૂંપડીમાં એક જગ્યાએ બેસાડી, એના હાથમાં પાણીથી ભરેલી એક થાળી આપી દીધી. એ થાળીમાં પૂર્ણ ચંદ્રનું પ્રતિબિંબ (પડછાયો) પડી રહ્યું હતું. ચાણક્યે એને સંબોધિત કરતા કહ્યું : “દીકરી ! આ ચંદ્રને પી જા.''
ગર્ભવતીએ થાળીમાંનું પાણી પીવાનું શરૂ કર્યું. જેમ-જેમ એ પાણી પી રહી હતી, તેમ-તેમ ઝૂંપડીની ઉપર બેઠેલો માણસ ઝૂંપડીની ઉપરનું કાણું તણખલાંઓ વડે ઢાંકતો જઈ રહ્યો હતો. આ થાળીનું પાણી પી લેતાં એ ગર્ભિણીને ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો અને એ એમ સમજી બેઠી કે એણે ચંદ્રપાન કરી લીધું છે, એનું દોહદ (ઇચ્છા) પૂરું થયું. આમ ઇચ્છાપૂર્તિ થતા ગર્ભ કોઈ પણ જાતની તકલીફ વગર મોટું થવા લાગ્યું અને યોગ્ય સમયે મયૂરપાલકની એ પુત્રીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દોહદની વાત ધ્યાનમાં રાખીને એ બાળકનું નામ ચંદ્રગુપ્ત રાખવામાં આવ્યું.
દૂરદેશી ચાણક્યે ભાવિ રાજાની સેના માટે સોનું એકઠું કરવાની ધૂનમાં ધાતુ-વિશેષજ્ઞોની તપાસ ચાલુ કરી દીધી અને આમ-તેમ ભટકવા લાગ્યો. જ્યારે આ તરફ થોડોક મોટો થતા બાળક ચંદ્રગુપ્ત એના જેટલાં જ બાળકોની સાથે રમતી વખતે રાજાઓ જેવી ચેષ્ટાઓ કરવા લાગ્યો.
જગ્યે-જગ્યે ભટકતો ચાણક્ય એક દિવસ મયૂરપાલકોના એ ગામમાં આવી પહોંચ્યો, એ સમયે ચંદ્રગુપ્ત બીજા બાળકો સાથે રમતાંરમતાં અનેક જાતની રાજ-લીલાઓ કરી રહ્યો હતો. એ બાળકનો જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭
૧૮૫