Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જ્યારે મુનિમંડળે બાલમુનિ મણકની દેહલીલા-સમાપ્તિની સાથે આર્ય સઠંભવના મુખકમળને પ્લાન અને નયનોમાં અશ્રુબિંદુઓને જોયાં, તો એમને ઘણું આશ્ચર્ય થયું. એમણે વિનયપૂર્વક પોતાના ગુરુદેવને પૂછ્યું : “ભગવાન ! અમે આજ સુધી તમારા મુખકમળ પર લેશમાત્ર પણ ખિન્નતા નથી જોઈ, પણ આજે સહસા તમારાં નયનોમાં અશ્રુ આવવાનું શું કારણ છે ? તમારા જેવા પરમવિરાગી અને શોકમુક્ત મહામુનિના મનમાં ખેદ થવાનું કોઈ ખાસ કારણ હોવું જોઈએ. કૃપા કરી અમારી શંકા દૂર કરવાનું કષ્ટ કરો.”
મુનિસંઘની વાત સાંભળી આર્ય સäભવે મણક મુનિ અને પોતાની વચ્ચેના પિતા-પુત્ર રૂપ સંબંધનું રહસ્ય પ્રગટ કરતા કહ્યું : “આ બાળમુનિએ આટલી નાની વયમાં સમ્યકજ્ઞાનની સાથે નિર્મળ ચારિત્રનું પાલન કર્યું અને સાધનાની મધ્યમાં જ તે પરલોકગમન કરી ગયો, એટલા માટે મારું હૃદય ભરાઈ આવ્યું તે થોડું આયુબળ મેળવીને સાધનાને પૂર્ણ કરી શકતો તો સારું થાત.”
ગુરુના મુખેથી એવું જાણીને કે - “બાળકમુનિ મણક એમનો પુત્ર હતો,’ મુનિમંડળને ઘણો પશ્ચાત્તાપ થયો અને એમણે કહ્યું: “ભગવન્! તમે આટલા સમય સુધી આ વાતને અમારાથી અજ્ઞાત રાખી કે તમારો અને બાળક મુનિ મણકનો પરસ્પર પિતા-પુત્રનો સંબંધ હતો! જો અમને સમય પર આ સંબંધ અંગે ખબર પડી જતી તો, અમે લોકો પણ અમારા ગુરુપુત્રની સેવાનો કંઈક ને કંઈક લાભ અવશ્ય ઉઠાવત.”
આર્ય સäભવે કહ્યું: “મુનિઓ ! જો તમને લોકોને બાલમુનિનો મારી સાથે પુત્રરૂપ સંબંધ જ્ઞાત થઈ જતો તો તમે લોકો મણક ઋષિ પાસે સેવા નહિ કરાવતા અને તે પણ એ જ પ્રકારે તમારા સ્નેહપૂર્ણ વ્યવહારના કારણે જ્યેષ્ઠ મુનિઓની સેવાના મહાન લાભથી વંચિત રહી જતો. અતઃ તમારે આ વાતનો ખેદ મનમાં કરવો ન જોઈએ. બાળમુનિની અલ્પકાલીન આયુને જોઈને, રત્નત્રયની તે સમ્યક આરાધના કરી શકે, એ હેતુથી મેં પૂર્વ-શ્રુતનો સાર કાઢીને એક નાના સૂત્રની રચના કરી. કાર્યસંપન્ન થઈ જવાથી હવે હું એ દશવૈકાલિક સૂત્રને પુનઃ પૂર્વોમાં સંવરણ કરી નાખવા માંગુ છું.”
આર્ય સäભવની વાત સાંભળી મુનિઓ અને સંઘે વિનયપૂર્વક પ્રાર્થના કરી : “પૂજ્ય ! મણક મુનિ માટે તમે જે શાસ્ત્રની રચના કરી છે, તે આજે પણ મંદમતિ સાધુ-સાધ્વીઓ માટે આચારમાર્ગનું જ્ઞાન [ ૧૩૨ 9696969696969696999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)