Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સુધીની ગાથાઓમાં ભગવાન મહાવીર દ્વારા તીર્થ પ્રવચનના ૧૪મા વર્ષથી લઈને ભ. મહાવીરના નિર્વાણથી ૫૮૪ વર્ષ પછી થયેલા સાત નિકૂવો તથા વી. નિ. સં. ૬૦૯માં થયેલ દિગંબર મતોત્પત્તિ સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. વી. નિ. સં. ૧૭૦માં સ્વર્ગસ્થ થયેલ ભદ્રબાહુ દ્વારા જો નિયુક્તિઓની રચના કરવામાં આવી હોત તો વી. નિ. સં. ૬૦૯માં થયેલ ઘટનાઓનો
એનામાં કદાપિ ઉલ્લેખ થયો ન હોત. ૮. આ પ્રકારે ઉત્તરાધ્યયન સૂત્રની નિયુક્તિ (ચતુરંગીય અધ્યયનની
ગાથા સંખ્યા ૧૬૪ થી ૧૭૮માં સાત નિર્નવો તથા દિગંબર મતની ઉત્પત્તિની આવશ્યક નિર્યુક્તિ દ્વારા પણ વિસ્તૃત વર્ણન
આપવામાં આવેલું છે. ૯. દશવૈકાલિક નિર્યુક્તિ અને ઓવ નિયુક્તિની ગાથાઓમાં કાલિક
સૂત્ર અને ઓઘ - આ બંનેનો સમાવેશ ચરણ કરણાનુયોગમાં કરવામાં આવ્યો છે. અનુયોગોના રૂપમાં સૂત્રોનું પૃથક્કરણ વી. નિ. સં. પ૯૦ થી પ૦૭ની વચ્ચેના સમયમાં, શ્રુતકેવળી ભદ્રબાહુના સ્વર્ગસ્થ થયા પછી ૪૨૦ થી ૪૨૭ વર્ષના મધ્યવર્તી
કાળમાં આર્યરક્ષિત દ્વારા કરવામાં આવ્યું છે.' ૧૦. શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ નિર્યુક્તિકાર નથી, એ પક્ષની પુષ્ટિમાં
દશાશ્રુત સ્કંધ નિયુક્તિની એક વધુ ગાથા પ્રમાણ રૂપથી પ્રસ્તુત કરવામાં આવેલી છે : એગભવિએ ય બદ્ધાઉએ ય અભિમુહિય નામ ગોએ યાં એતે તિત્રિ વિ દેસા, દધ્વમિ ય પોંડરીયસ II૪૬ll
આ ગાથામાં દ્રવ્ય નિક્ષેપના ત્રણ આદેશોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહત્કલ્પ સૂત્રના ચૂર્ણિકારના કથનાનુસાર એ ત્રણે જ સ્થવિર આર્ય મંગૂ, આર્ય સમુદ્ર ને આર્ય સુહસ્તિની પૃથક પૃથક્ ત્રણ માન્યતાઓ છે.
(નિષ્કર્ષ) ઉપર્યુક્ત વિસ્તૃત વિવેચનમાં પ્રમાણ પુરસ્સર જે વિપુલ સામગ્રીપ્રસ્તુત કરવામાં આવી છે, એનાથી ચોક્કસ પણે નિર્વિવાદ રૂપથી એ સિદ્ધ થાય છે કે આ નિયુક્તિઓ અંતિમ ચતુદર્શપૂર્વધર આચાર્ય ભદ્રબાહુની કૃતિઓ નથી, પરંતુ ભદ્રબાહુ નામના કોઈ અન્ય આચાર્યની કૃતિઓ છે. | ૧૫૦ 969696969696969696969ણે જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨)