Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ચિત્રશાળામાં પ્રવેશી. કોશાને એક પણ કટાક્ષ-નિક્ષેપની જરૂર ન પડી. કારણ કે આકર્ષક વસ્ત્રાભૂષણોથી સજેલી એ રૂપકામિનીને જોતાં જ મુનિ કામુક થઈ માંગણયાચકની જેમ એની પાસે અભ્યર્થના કરવા લાગ્યો. (માગણી કરવા લાગ્યો) પરસ ભોજન પછી સુંદર નારીના દર્શનમાત્રથી કામાંધ બન્યો.
મુનિને વિષય-વાસનાઓના ઘોર અંધકારભર્યા કૂવામાં પડવાથી બચાવવાના આશયથી કોશાએ મુનિ પાસે દ્રવ્ય(ધન)ની માગણી કરી. મુનિએ કહ્યું : “મારા જેવી વ્યક્તિ પાસે દ્રવ્યની આશા રાખવી ખોળમાંથી તેલ કાઢવા જેવી વ્યર્થ આશા માત્ર છે. તું મારી દયનીય (દારુણ) દશા પર દયા કરી મારી મનોકામના (વાંચ્છા) પૂર્ણ કર.”
ચતુર કોશાએ દેઢ સ્વરમાં કહ્યું: “મહાત્મન્ ! મુનિ ભલે પોતાનો નિયમ તોડી નાખે, પણ વેશ્યા એના પરંપરાગત નિયમોનું ઉલ્લંઘન નથી કરી શકતી. તમે તમારી મનોકામના પૂરી કરવા માંગતા હોવ તો તમને એક ઉપાય હું બતાવી શકું છું. તે એ છે કે નેપાળ દેશના ક્ષિતિપાલ નવાગત સાધુઓને રત્નકાંબળો દાનમાં આપે છે, તમે ત્યાં જાઓ અને રત્નકાંબળો લઈ આવો.”
વિષયમાં અંધ બનેલો મુનિ રત્નકાંબળાને પ્રાપ્ત કરવા માટે તરત જ નેપાળ તરફ ચાલી નીકળ્યા. એમણે એટલું પણ ન વિચાર્યું કે - “ચતુર્માસના સમયે વિહાર કરવું શ્રમણ કલ્પ માટે પ્રતિકૂળ છે.” પોતાની કામાગ્નિને શાંત કરવાની અભિલાષા લઈ એ મુનિ હિંસક પશુઓથી ભરેલા સઘન વનો અને પાર ન કરી શકાય એવા પર્વતોને પાર કરી નેપાળ પહોંચ્યા. ત્યાંના રાજા પાસેથી રત્નકાંબળો પ્રાપ્ત કર્યો. એ કાંબળાને એમણે વાંસની નળીમાં સંતાડી લીધો અને પ્રસન્ન મુદ્રામાં પાછા પાટલીપુત્ર નગર તરફ ફર્યા.
રત્નકાંબળો લઈ એ મુનિ કોશાની સામે ઊભા રહ્યા અને લાલચ આંખો વડે પોતાની આંતરિક ઇચ્છાને પ્રગટ કરતા એમણે કઠોર પરિશ્રમ વડે મેળવેલ એ રત્નકાંબળો કોશાના હાથોમાં મૂકી દીધો. કોશાએ રત્નકાંબળા વડે પોતાના પગ સાફ કરીને એને ફેંકી દીધો.
અથાક પ્રયત્ન અને અનેક મુસીબતોનો સામનો કરીને લાવેલા એ રત્નકાંબળાની આ રીતની દુર્દશા જોઈ મુનિએ અત્યંત ખિન્ન અને આશ્ચર્યપૂર્ણ સ્વરમાં કહ્યું : “મીનાક્ષી ! આટલા મોંઘા. રત્નકાંબળાને તે કીચડ-કાદવમાં ફેંકી દીધો, તું ઘણી મૂર્ખ છે.” | ૧૦૦ 369696969696969696969જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)